આપણા દેશની એ જ વિશેષતા છે કે અહીની સ્ત્રીઓને બાળપણથી જ ત્યાગ અને સમર્પણના પાઠ શીખવાડવામાં આવે છે, તેને વ્રત કરાવીને ત્યાગ અને સમર્પણની ભાવના શીખવાડવા વ્રત કરાવવામાં આવે છે. ભુખ અને તરસ જે વ્યક્તિનો સ્વભાવ છે તેની સામે સંઘર્ષ કરી સંયમનો ગુણ કેળવે છે..
આજનો જમાનો એટલો ખરાબ થઈ ગયો છે જ્યા બાળકીઓથી માંડીને યુવતીઓ કે સ્ત્રીઓ કોઈ સુરક્ષિત નથી. એવુ નથી કે આજના દરેક પુરૂષો ખરાબ છે.. પણ આજે જે પ્રમાણે દીકરીઓ પર અત્યાચાર વધી રહ્યા છે તેવી પરિસ્થિતિમાં કોઈની પર પણ એકદમ આંખ મુકીને વિશ્વાસ તો કરી શકાતો નથી.. કારણ કે કોણ ખરાબ છે અને કોણ સારુ એ અંગે કોઈના માથે લખેલુ નથી હોતુ.. છતા છોકરીઓ કેટલી આસ્થા અને શ્રદ્ધાથી ઉપવાસ રાખે છે... કેવી દુનિયા જે પુરૂષે ભારતમાં સ્ત્રીઓનું સૌથી વધુ અપમાન કર્યુ છે તેને માટે જ બાળપણથી છોકરીઓને તેમને માટે ઉપવાસ કરાવવાના સંસ્કાર શીખવાડવામાં આવે છે .. ? એ જ તો વિશેષતા છે આપણા દેશની... સંસ્કાર...
આ સમયે છોકરાઓની એ ફરજ છે કે આપણી બેનનું આ દિવસોમાં ધ્યાન રાખવું....જે છોકરીઓ વ્રત કરે છે ત્યારે કેવી સ્થિતિમાંથી પસાર થાય છે તે તમારે અનુભવ કરવો હોય તો એકાદ દિવસ એક ટાઈમ જમશો નહી તો તમને ખબર પડી જશે કે સંયમ રાખવો કેટલો દુષ્કર છે....! જયારે કે તેઓ તો પાંચ પાંચ દિવસના મોળા ઉપવાસ કરતી હોય છે.
તો શું આપણી તે ફરજ નથી કે આપણે તેમનુ ધ્યાન રાખીએ.. તેમને પાંચ દિવસ પજવીએ નહી.. ચીડવીએ નહી... તેને ખુશ રાખવાનો પ્રયત્ન કરીએ.. આટલુ તો તમે કરી શકો ને ??