માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે, દિવાળીના દિવસે આ 11માંથી કોઈ એક વસ્તુ ઘરે લાવો

ગુરુવાર, 4 નવેમ્બર 2021 (12:03 IST)
લક્ષ્મી ગણેશની પ્રતિમા - ધનતેરસ કે દિવાળી પર ચાંદીથી નિર્મિત લક્ષ્મી ગણેશની પ્રતિમાને ઘરના પૂજા સ્થાન પર મૂકી રાખવું જોઈએ. એ પછી એની દરરોજ  પૂજા કરવાથી ક્યારે પણ ધનની કમી નહી થાય છે. 
 
શ્રી યંત્રની સ્થાપના - યંત્ર શાસ્ત્રો અનુસાર શ્રીયંત્રને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમારે કોઈ પાસેથી તમારી કરજ પરત લેવું હોય અથવા તમે લોટરી દિવાળી બમ્પર ખરીદી હોય અથવા તમને પૈસાની અછતનો સામનો કરવો પડતો હોય, તો તેને દિવાળી અથવા ધનતેરસના દિવસે પૂજા સ્થળે સ્થાપિત કરવાથી તમારા બધા અટકેલા કામ પૂર્ણ થશે.
 
કોડી - આ જોવામાં ખૂબ સાધારણ હોય છે , પણ એના પ્રભાવ ખૂબ વધારે હોય છે . લક્ષ્મીજી સમુદ્રથી ઉતપન્ન થઈ અને કોડિયા પણ સમુદ્રથી  નિકળે છે. આથી એમાં  ધનને આક્રર્ષિત કરવાના પ્રાકૃતિક ગુણ હોય છે. ધનતેરસ કે દિવાળીના દિવસે એને ધન સ્થાન પર રાખવું શુભ હોય છે. 
 
લઘુ નારિયલ - આ નારિયલ બીજા નારિયલથી નાનો હોય છે. નારિયલને શ્રીફળ પણ કહે છે એટલે દેવી લક્ષ્મીના ફળ . ધનતેરસકે દિવાળી પર એની પૂજા વિધિ-વિધાનથી કરી લાલ કપડામાં બાંધીને એવા સ્થાન પર મૂકો જ્યાં કોઈની પણ નજરના પડે. આ ઉપાયથી લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
 
કમલગટ્ટા  - ક્મલ ગટ્ટા કમળથી નિકળતો ર્ક પ્રકારનો બીયડ છે. કારણકે માતા લક્ષ્મી કમળ પર વિરાજમાન થાય છે .આથી આ બીયડને ચમત્કારિક ગણ્યા છે. ધનતેરસ કે દિવાળી પર એને ઘરના પૂજન સ્થાન પર રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
 
કુબેરની મૂર્તિ -  દરેક વ્યક્તિ ભગવાન કુબેર વિશે જરૂર થી જાણતા જ હશે કારણ કે તેઓ સંપત્તિના સ્વામી છે અને સમગ્ર સંસારની સંપત્તિ તેમના દ્વારા સંભાળવામાં આવે છે. એટલા માટે કુબેરજીને યક્ષ અને ગંધર્વના સ્વામી કહેવામાં આવે છે. એટલે કે તેને પ્રતિષ્ઠા અને સમૃદ્ધિના સ્વામી માનવામાં આવે છે. 
 
એકાક્ષી નારિયલ - આ નારિયળના એક પ્રકાર છે .પણ એનું પ્રયોગ જ્યોતિશી વધારે કરે છે. એની ઉપર એક આંખના જેવું એક ચિહ્ન હોય છે આથી ને એકાક્ષી નારિયલ કહે છે. ધનતેરસ કે દિવાળી પર એને ધન સ્થાન કે પૂજા સ્થાન ક્યાં પણ રાખી શકે છે. 
 
માતા લક્ષ્મીની ચરણ પાદુકા - આનો અર્થ એ છે કે દિવાળીના દિવસે, જ્યાં તમે તમારા પૈસા રાખો છો, તમારે દેવી લક્ષ્મીના ચાંદીના પગ સ્થાપિત કરવા અને તેમને એવી રીતે રાખવું જોઈએ કે તેની દિશા હંમેશા ધનના સ્થાન તરફ જાય. આનો અર્થ એ છે કે લક્ષ્મી હંમેશા તમારી સંપત્તિના સ્થાન પર નિવાસ કરશે અને તમારાથી ક્યારેય નારાજ થશે નહીં.
 
 પારદ લક્ષ્મીની મૂર્તિ - દિવાળીના દિવસે, જો તમે પૂજા સ્થળ પર પારદ લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો અને દરરોજ તેની પૂજા કરો, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘણો ફાયદો મળે છે અને તેની પ્રતિમા ઘરને દુષ્ટ નજરથી પણ સુરક્ષિત કરે છે.
 
દક્ષિણાવર્તી શંખ -  જો કે દિવાળીના દિવસે પૂજા અથવા સંપત્તિના સ્થળે દક્ષિણાવર્તી શંખ રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે, પરંતુ જો તમે આ શંખથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો છો, તો તમને સુખ મળશે અને કોઈ પણ વસ્તુની કમી રહેશે નહિ. એટલા માટે દક્ષિણવર્તી શંખનું પણ ઘણું મહત્વ માનવામાં આવે છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર