શનિવારના દિવસે પીપળનું એક પાન તોડીને તેને ગંગાજળથી ધોઈને તેના ઉપર હળદર અને દહીનુ મિશ્રણથી તમારા જમણા હાથની આંગળીથી હ્મીં લખો. ત્યારબાદ આ પાનને ધૂપ-દીપ કરીને તમારા પર્સ કે તિજોરીમાં મુકી દો. દરેક શનિવારે પૂજા સાથે આ પાન બદલતા રહો. આ ઉપાય કરવાથી તમારુ પાકીટ કે તિજોરી ક્યારેય ધનથી ખાલી નહી થાય. જુના પાન કોઈ પવિત્ર સ્થાન પર જ મુકો.
અઠવાડિયાના દર મંગળવાર અને શનિવારે બ્રહ્મ મુહુર્તમાં ઉઠો. ત્યારબાદ નિત્ય કર્મોથી પરવારીને કોઈ પીપળના ઝાડ પરથી 11 પાન તોડી લો. ધ્યાન રાખો કે પાન પૂરા હોવા જોઈએ. ક્યાયથી પણ તૂટેલા કે ખંડિત ન હોવા જોઈએ. આ 11 પાન પર સ્વચ્છ જળથી કુમકુમ કે અષ્ટગંધ કે ચંદન મિક્સ કરીને તેનાથી શ્રીરામનું નામ લખો. નામ લખતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરો.