શ્રાવણના ગુરૂવારનો ઉપાય - તિજોરીમાં સંતાડો આ સામાન, 43 દિવસ પછી થશે ચમત્કાર

ગુરુવાર, 4 ઑગસ્ટ 2016 (12:00 IST)
ગુરૂવારે ભગવા અથવા ઘઉંવર્ણ કપડા પહેરો. પૂજન માટે પીળા રંગના આસનનો પ્રયોગ કરો. કોઈ પ્રાણ પ્રતિષ્ઠિત શિવલિંગ અથવા ઘરમાં વિરાજીત પારદ શિવલિંગની વિધિપૂર્વક પૂજા કરો. સૌ પ્રથમ શિવલિંગને પાણીમાં કુશ(એક પ્રકારનું ઘાસ)  મિક્સ કરીને સ્નાન કરાવો.  શિવલિંગ પર પીળો દોરો(સૂત) અથવા નાડા છડી ચઢાવો. પીત્તળના દિવામાં શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો. ચંદનની ધૂપ પ્રગટાવો. પીળા ફૂલ ચઢાવો. શિવલિંગ પર પીળા ચંદનનું લેપ લગાવો. દૂધમાં કેસર મિક્સ કરીને અભિષેક કરો. શિવલિંગ પર પીપળન પાન ચઢાવો. પ્રસાદના રૂપમાં બેસનનો શીરો અર્પિત કરો.  ત્યારબાદ ડાબા હાથની હથેળીમાં કેળાની જડ લઈને અને જો કેળાની જડ ન હોય તો પીળી સરસવ  હાથમાં લઈને જમણા હાથથી રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો 108 વાર જાપ કરો. 
 
મંત્ર - ॐ वं विश्वनाथाय वशङ्कराय नमः शिवाय 
 
જાપ પૂરા થયા પછી પીળા સરસવના બંને હાથમાં લઈને પરમેશ્વરથી પ્રાર્થના કરો અને ઈચ્છિત વર માંગો. પૂજા સંપૂર્ણ થવા ઉપરાંત આ પીળા સરસવના દાણા પીળા કપડામાં બાંધીને તિજોરીમાં સંતાડીને મુકી દો. 43 દિવસ પછી પીળા સરસવના દાણાને ચાર રસ્તા પર ફેંકી દો. પછી જુઓ જીવનમાં થવા માંડશે ચમત્કાર. આ ઉપરાંત આ ઉપાયથી શિવજીના આશીર્વાદ તમારી પર પણ કાયમ રહેશે.  તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે. ભોગ મોક્ષ કામ બધા વર્ગોમાં સફળતા પ્રાપ્ત થાય છે. 

વેબદુનિયા પર વાંચો