કોણ છે મહાકુંભમાં આવેલા 7 ફુટના મસ્કુલર બાબા, ઈસ્ટાગ્રામ પર મચાવી છે જેમણે ધૂમ, જાણો રૂસથી ભારત સુધીની તેમની અદ્દભૂત સ્ટોરી

સોમવાર, 20 જાન્યુઆરી 2025 (13:35 IST)
Muscular Baba
Mahakumbh 2025 - પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025માં એક અનોખા સાધુએ સૌનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. આ છે રૂસથી આવેલા 7 ફુત લાંબા મસ્લુલર બાબા, જે પોતાની કદ-કાઠી અને ભક્તિ ભાવથી સોશિયલ મીડિયા પર છવાયેલા છે.  તેમની તસ્વીર અને વીડિયો ઈંટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. લોકો તેમની દ્રઢ આસ્થા અને ભારતીય સંસ્કૃતિના પ્રત્યે સમર્પણની ચર્ચા કરી રહ્યા છે. આવો જાણીએ. 
Muscular Baba
કોણ છે આ મસ્કુલર બાબા અને શુ છે તેમની સ્ટોરી, મસ્કુલર બાબા, જેમનુ નામ આત્મ પ્રેમ ગિરિ ગિરિ મહારાજ બતાવાય રહ્યુ છે, મૂળ રૂપથી તે રૂસના નિવાસી છે. તેમણે લગભગ 30 વર્ષ પહેલા સનાતન ધર્મ અપનાવ્યો હતો.  મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમણે શિક્ષણનો ઘંઘો છોદીને સાધુ બનવાનો માર્ગ પસંદ કર્યો. આ 7 ફુટ લાંબા તપસ્વી  સનાતન ધર્મને અપનાવીને છેલ્લા 30 વર્ષોથી નેપાળમાં રહીને તપસ્યારત છે.  હવે તેઓ પોતાનુ જીવન હિન્દુ ધર્મના પ્રચાર પ્રસારમાં સમર્પિત કરી રહ્યા છે. મહાકુંભમાં તેમની હાજરીએ લોકોને આશ્ચર્યચકિત કરી દીદા છે, કારણ કે તેમની લંબાઈ 7 ફુટ છે અને તેમનુ શરીર સુગઠિત છે.  કેટલાક લોકો તેમને ભગવાન પરશુરામનો અવતાર પણ બતાવી રહ્યા છે. 
 
 વાયરલ વીડિયો અને તસ્વીરો 
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વીડિયોએમાં 'મસ્કુલર બાબા' એ ગુફાઓમાં ધ્યાન લગાવતા અને જીમમાં ડંબલથી કસરત કરતા જોઈ શકાય છે.  તેમની પ્રભાવશાળી શારીરિક બનાવટે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. ગળામાં રૂદ્રાક્ષની માળા અને ચેહરા પર તેજ, તેમની તસ્વીરોને વધુ આકર્ષક બનાવી રહ્યા છે. 
 
હિન્દુ ધર્મ પ્રત્યે સમર્પણ  
'મસ્કુલર બાબા' નુ કહેવુ છે કે તેમણે પોતાનુ જીવન હિન્દુ ધર્મ અને સનાતન સંસ્કૃતિના પ્રચાર માટે સમર્પિત કરી દીધુ છે. 
 
તેમનુ આ સમર્પણ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે તેમનો પ્રેમ લોકોને ખૂબ ગમી રહ્યો છે. 
Muscular Baba
મહાકુંભમાં અન્ય વાયરલ બાબા 
'મસ્કુલર બાબા' ઉપરાંત મહાકુંભમાં બીજા પણ અનેક બાબા ચર્ચાનો વિષય બન્યા છે. થોડા સમય પહેલા અનાજ બાબા, કાંટા વાળા બાબા, અને કબૂતરવાળા બાબાનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ ઉપરાંત કેટલાક એવા વીડિયો પણ સામે આવ્યા છે જેમા બાબાઓએ યુટ્યુબરોને તેમના ઉલટા સીધા સવાલોનો જવાબ આપ્યો. 
Muscular Baba
મહાકુંભ 2025 માં 'મસ્કુલર બાબા' નુ આવવુ એક અનોખી ઘટના છે. તેમની શારીરિક વિશેષતા, ભક્તિ ભાવના અને હિન્દુ ધર્મ પ્રત્યે સમર્પણ એ તેમને ઈંટરનેટ પર એક લોકપ્રિય ચેહરો બનાવી દીધો છે. તેઓ પોતાની કદ-કાઠી સાથે જ પોતાની આધ્યાત્મિક યાત્રા માટે પણ લોકોને પ્રેરિત કરે રહ્યા છે. 
 
ફોટો સાભાર -  ઈસ્ટાગ્રામ @atma_prem_giri

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર