Baby Names: તમારા કુળ દિપક માટે અહીથી પસંદ કરો ભગવાન વિષ્ણુથી પ્રેરિત શક્તિશાળી નામ, સાથે જ જાણો દરેક નામનો અર્થ
ગુરુવાર, 21 નવેમ્બર 2024 (18:29 IST)
Baby Boy Names: જ્યારે આપણા ઘરમા એક બાળકનો જન્મ થાય છે તો આવામાં આખા ઘરમાં એક ઉત્સવનુ વાતાવરણ રહે છે. આ નાનકડા મહેમાનની દેખરેખ અને પાલન પોષણમાં કોઈપણ પ્રકારની કમી ન રહી જાય આ વાતની ચિંતા બધાને લાગી રહે છે. જ્યારે એક બાળકનો જન્મ થાય છે તો આવામાં પરિવારના બધા સભ્યોની જવાબદારી પણ વધી જાય છે. આ જ જવાબદારીમાંથી એક જવાબદારી છે આ બાળક માટે એક યોગ્ય નામની પસંદગી કરવી. એક સાચા નામની પસંદગી. કારણ કે તમે જે નામની પસંદગી તમારા બાળક માટે કરો છો એ એ નામ જીવનભર તેની સાથે રહે છે અને આ જ નામથી તેને ઓળખ મળે છે. આવામાં આજનુ આ આર્ટીકલ એ પેરેંટ્સ માટે ખૂબ કામનુ છે જેઓ પોતાના કુળના દિપક માટે એક નામ શોધી રહ્યા છે. આજે અમે તમને ભગવાન વિષ્ણુથી પ્રેરિત નામોનુ એક લિસ્ટ લઈને આવ્યા છે. આ લિસ્ટમાંથી તમારા પુત્ર માટે તમે કોઈપણ એક નામ પસંદ કરે શકો છો.
તમારા પુત્ર માટે ભગવાન વિષ્ણુથી પ્રેરિત નામ
વિવાન - આ નામનો અર્થ થાય છે જીવન આપનરો
શ્રીયમ - આ નામનો અર્થ થાય છે લક્ષ્મીપતિ
નિવાન - આ નામનો અર્થ છે મુક્તિ આપનાર.
દિવ્યાંશ - આ નામનો અર્થ થાય છે ભગવાન વિષ્ણુના આશીર્વાદ.
અનવ - આ નામનો અર્થ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે.
તનય - આ નામનો અર્થ વિષ્ણુનો પુત્ર છે.
આરૂષ - આ નામનો અર્થ ઉગતા સૂર્યનું પ્રતીક છે.
આદ્વિક - આ નામનો અર્થ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે.
અક્ષિત - આ નામનો અર્થ એવો થાય છે કે જેનો નાશ ન થઈ શકે.
આરિષ - આ નામનો અર્થ ભગવાન વિષ્ણુના સ્વરૂપનું પ્રતીક
આર્યવ - આ નામનો અર્થ એવો થાય છે કે જે ભગવાન વિષ્ણુના આદર્શોને ધારણ કરનારો.
વેદાંત - આ નામનો અર્થ છે જ્ઞાનનું પ્રતીક.
સિદ્ધાંત - આ નામ વિષ્ણુની ધર્મપ્રિયતાને બતાવે છે.
શ્રવણ - આ નામનો અર્થ થાય છે વિષ્ણુનો ભક્ત.
અવિક - આ નામનો અર્થ એવો થાય છે કોઈ એવો જેણે ડર પર જીત મેળવી છે.