વર્ષ 2025 વૃષભ રાશિના લોકોનુ લગ્ન અને પારિવારિક જીવન | Taurus Marriage Life and Family Prediction for 2025:
જો તમે અપરિણીત છો, તો વર્ષના પ્રારંભમાં ગુરુની પાંચમી અને સાતમી દૃષ્ટિને કારણે તમારા લગ્ન આ વર્ષે નિશ્ચિત થઈ જશે. મે મહિના પછી બીજા ઘરમાં ગુરુ પણ સંતાનની ઈચ્છા પૂરી કરી શકે છે. આ માટે તમારે ગુરુને દાન કરવું જોઈએ. વિવાહિત જીવનની વર્ષની શરૂઆત બહુ સારી નથી, પરંતુ માર્ચમાં જ્યારે શનિ સાતમા ભાવથી દૂર જશે, ત્યારે લગ્નજીવન સુખી રહેશે.પરિવારમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે. પારિવારિક સંબંધોની દૃષ્ટિએ આખું વર્ષ સારું છે.