વર્ષ 2025 સિંહ રાશિનો અભ્યાસ Leo School and College Education horoscope prediction 2025:
વર્ષની શરૂઆતમાં બૃહસ્પતિ દશમ ભાવમાં સ્થિત થઈને ચતુર્થ ભાવને જોશે જો કે કોલેજમાં ભણી રહેલા કે ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી રહેલા સ્ટુડેંટ્સ માટે શુભ પરિણામ આપશે. ગુરૂની નવમી દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર રહેશે જે પ્રતિયોગી પરીક્ષાર્થીઓ માટે સારી છે. પછી જ્યારે 14 મે ના રોજ ગુરૂ ગ્રહ મીનમાં જશે ત્યારે તે 11માં ભાવમાં ગોચર કરશે. ત્યાથી બીજા, ત્રીજા, પાંચમા, સાતમા અને નવમાં ભાવને જોશે. આ દરમિયાન તમે શાળામાં ભણતા હોય કે કોલેજમાં, તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. બસ તમારે શનિ અને રાહુની દ્રષ્ટિથી બચવા માટે તમારા અભ્યાસ પર જ ફોકસ રાખવુ પડશે અને હનુમાન ચાલીસા વાંચતા રહેવુ પડશે.