Twos Day: જાણો અંક જ્યોતિષ મુજબ શુ છે આજની તારીખ 22/2/2022 માં ખાસ અને શુ કહે છે આ એંજલ નંબર

મંગળવાર, 22 ફેબ્રુઆરી 2022 (20:55 IST)
Twos Day Today: શુ તમે આજની તારીખ પર વિચાર કર્યો ? હા આજની તારીખ ખૂબ જ ખાસ છે અને ખાસ છે આ તારીખની સંખ્યાઓ. ધ્યાનથી જોશો તો જાણ થશે કે 22/02/2022 મા કેટલી ખૂબસૂરત સંખ્યાત્મક સંયોગ બની રહ્યો છે.  22/02/2022 આ પ્રકારના નંબરવાળી ડેટને પૈલિડ્રોમ ડેટ (Palindrome Date)કહેવામાં આવે છે. જો કે 2 ફેબ્રુઆરી 2022ની આ તારીખ ફક્ત પૈલિડ્રોમ જ નહી પરંતુ એક એંબિગ્રામ (Ambigram)પણ છે. એટલે કે સીધા અને ઉંધા બંને રીતે નંબર જોતા સમાન છે. કોમેડી સ્ટાર અને સિંગર સુગંધા મિશ્રાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ ખાસ દિવસ પોસ્ટ કર્યો છે.

 
શૂન્ય સાથે સમાન સંખ્યાનું પુનરાવર્તન કરવામાં આવે છે, તેથી આ ખાસ દિવસને મિરર ડેટ પણ કહેવામાં આવે છે. 22.02.2022 તેને જોતા એવું લાગે છે કે મિરરમાં ફક્ત પ્રથમ ચાર અંક જ દેખાય છે.. કોમેડી સ્ટાર સુગંધા મિશ્રાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટમાં લખ્યું, '222222 પાછળનું કારણ, આ દિવસ ખૂબ જ દુર્લભ છે કારણ કે તે ખાસ છે. #palindrome date તે ખાસ કરીને 'શૂન્ય સાથે એકલ પુનરાવર્તિત પૂર્ણાંક' છે. આવી પેલિન્ડ્રોમિક તારીખ પહેલીવાર લગભગ 1011 વર્ષ પહેલાં, 11 જાન્યુઆરી, 1011 (11011011) ના રોજ આવી હતી, જે આપણા જીવનમાં ફરી નહીં આવે.
 
અંક  જ્યોતિષ મુજબ આજના દિવસનુ મહત્વ 
 
-  ન્યૂમરોલોજી એટલે કે અંકશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો 222 સીકવેંસને એંજલ નંબર્સ માનવામાં આવે છે. સાથે જ  નંબર 2 ને સંબંધ અને ભાગીદારીની સંખ્યા તરીકે પણ ગણવામાં આવે છે.
- નંબર 2 સંવાદિતા, સંબંધ, પ્રેમ અને સહકારનું પ્રતીક માનવામાં આવે છે.
- માસ્ટર નંબર 22ને "માસ્ટર બિલ્ડર" તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નંબર પોતાની સાથે અંતર્દષ્ટિ, પ્રતિભા, સાહસ, બુદ્ધિમત્તા, શક્તિ અને કરિશ્મા લાવે છે.
222 નંબર વાસ્તવમાં વ્યક્તિગત સર્જનાત્મકતા સાથે સંકળાયેલો છે. નંબર 222 સૂર્યની ઊર્જાને નિયંત્રિત કરે છે અને સકારાત્મક વિચારો, સ્પષ્ટતા અને આધ્યાત્મિક વૃદ્ધિનુ પ્રતિક છે. 
- સંખ્યા  2222 જે સંખ્યા 2, 22 અને 222ને જોડે છે. જીવનમાં સદ્દભાવ અને શાંતિનુ પ્રતિનિધિત્વ કરે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર