વૃશ્ચિક રાશિ - આ રાશિની મહિલાઓનો ચેહરો, સ્વભાવ અને વાણી પુરૂષોને આકર્ષિત કરે છે. તેમનો આ ગુણ પુરૂષોને તેમના ઘેલા બનાવી દે છે. તેમની વાણી મીઠી હોવાની સાથે સાથે તેઓ ખૂબસૂરત, કામુક અને સેક્સી પણ હોય છે. આ મહિલાઓ પોતાના પાર્ટનરની પસંદગી ખૂબ સમજી વિચારીને કરે છે.
મિથુન રાશિ - આ રાશિની મહિલાઓ વ્યવ્હારમાં મિલનસાર હોય છે. તેમનો આ સ્વભાવ પુરૂષોને લોભાવે છે અને તેઓ પોતાનુ બધુ જ તેમના પર ન્યોછાવર કરવા તૈયાર થાય છે. આ રાશિની મહિલાઓની અપ્સરાઓ સાથે તુલના કરવામાં આવી છે. એવુ કહેવાય છે કે આ રાશિની મહિલાઓ ઋષિઓને આકર્ષિત કરનારી રંભા અને મોહિનીની જેમ પુરૂષોને આકર્ષિત કરે છે. આ મહિલાઓ વય વધવા છતા પણ સુંદર અને જવાન જોવા મળે છે. તેમની સુંદરતા જ પુરૂષોને દિવાના બનાવે છે. આ મહિલાઓ પણ બીજાની સુંદરતા તરફ આકર્ષિત થાય છે.
વૃષભ રાશિ - આ રાશિની મહિલાઓ ખૂબ જ મનમોજી અને આકર્ષિત હોય છે. આ પોતાની શરત પર જીવે છે. તેથી તેમની સાથે દરેક પ્રકારના પુરૂષ રહી શકતા નથી. આ સ્ત્રીઓ સૌને પોતાના કંટ્રોલમાં રાખે છે. તેમને પોતાના માટેના સાધનોની કોઈ કમી નથી હોતી કે ન તો તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલ પુરૂષોને તેમની તરફ આકર્ષિત કરે છે. આ મહિલાઓ એ પુરૂષોને પસંદ કરે છે જેઓ તેમના હિસાબથી રહેવુ પસંદ કરે છે.