મિથુન રાશિવાળા માટે કેવુ રહેશે વર્ષ 2017

શુક્રવાર, 16 ડિસેમ્બર 2016 (16:46 IST)
વર્ષ 2017માં આરોગ્ય પ્રત્યે સચેત રહો. બહાર ખાવા પીવાથી બચો નહી તો ફૂડ પૉયજનિંગથી પીડિત થઈ શકો છો. અત્યાધિક  પરિશ્રઁ હેલ્થ બગાડી શકે છે.  તેથી સારુ રહેશે કે વિશ્રામ પણ કરો. સ્કિન સંબંધી વિકાર થઈ શકે છે. જો તમે કોઈ લાંબી બીમારીથી  પીડિત છો તો કોઈ ડોક્ટરની સલાહ લો. આરોગ્યનો ખ્યાલ રાખો. નિયમિત ધ્યાન કે યોગ પણ કરો. આ વર્ષે ગાડી ચલાવતી વખતે  સમયે સાવધાન રહો અને ગતિને નિયંત્રિત રાખો. બેદરકારેથી વાહન ચલાવનારાઓથી યોગ્ય અંતર બનાવી રાખો. 
ફેમિલી - વર્ષ 2017માં ફેમિલી લાઈફમાં ખુશી ભરેલુ વાતાવરણ બનવાના યોગ છે. માતા પ્રત્યે તમારો લગાવ વધશે. તમારા  પરિવારના લોકોને મળવાની વધુ તક પ્રાપ્ત થશે. ફ્રેંડ્સનો ભરપૂર સાથે મળી શકે છે અને ફ્રેંડ્સ તમારા બિઝનેસમાં મદદરૂપ  સાબિત થઈ શકે છે.  પણ સગા ભાઈ-બંધુઓ પ્રત્યે થોડો મનમોટાવ રહેવાને કારણે તનાવપૂર્ણ સ્થિતિ ઉભી થઈ શકે છે.  તમારી  યોગ્યતા દ્વારા તમારા સંબંધોમાં સંતુલન બનાવી રાખો. આ વર્ષ બતાવે છે કે સંતાનની સફળતાથી ઉત્સાહમાં વધારો થશે. લાઈફ  પાર્ટનર અને માતાને કંઈક હેલ્થ પ્રોબ્લેમ હોઈ શકે છે. ઘરમાં સુખ-સુવિદ્યાઓ સાથે સંબંધિત કેટલોક નવો સામાન ખરીદવાના યોગ  બની રહ્યા છે. 
 
એજ્યુકેશન - વર્ષ 2017માં સ્ટુડેંટ્સને થોડી વધુ મેહનત કરવી પડશે. આ મેહનત રંગ પણ લાવશે. તમારો ધૈર્ય અને બુદ્ધિમત્તાથી  તમારુ કામ સાચવવુ પડશે.  કૉમ્પેટેટિવ એક્ઝામમાં ભાગ લઈ રહેલ સ્ટુડૈંટ્સને ખૂબ સફળતા મળવાની શક્યતા છે. વર્ષના બીજા  ભાગથી તમારી પરેશાનીઓ થોડી ઓછી થતી જોવા મળી રહી છે. તમારી મહેનત માટે તમને પ્રશંસા અને સન્મન મળી શકે છે. જે  વિદ્યાર્થી વિદેશ જઈને શિક્ષણ પ્રાપ્ત કરવા માંગે છે તેમને માટે આ સારી તક છે. 
 
પ્રોફેશન - 2017ની શરૂઆત નોકરી અને બિઝનેસમાં ભાગદોડથી થશે. અત્યાધિક પ્રયાસો છતા પ્રોફેશનમાં સરેરાશ રૂપે ફળ પ્રાપ્તિ  થશે.  વર્ષ 2017ના મધ્યથી બનેલી યોજનાઓ પૂરી થઈ શકે છે.  પ્રયાસ તમને જુદી ઓળખ અપાવવામાં સફળ સાબિત થઈ શકે  છે.  સહયોગીઓની સહાયતાથી માન-સન્માન વધી શકે છે.  આ વર્ષે આઅકન કેટલાક નવા સ્ત્રોત સામે આવી શકે છે.  2017ના  અંતમાં ધન પ્રાપ્તિના યોગ છે. સર્વિસમાં પ્રમોશન મળવાથી ઈંક્રીમેંટ થઈ શકે છે.  તમે તમારી બધી એનર્જી નવા પ્રોજેક્ટમાં  લગાવો કે પ્રયત્નોને વધારો. કમર્શિયલ ક્ષેત્રમાં ફેરફાર આવવાની શકયતા છે. આ વર્ષ ફોરેનમાં એમ્પ્લૉયમેંટ કે બિઝનેસ માટે  સમય અનુકૂળ રહી શકે છે.  શેર માર્કેટ કે પ્રોપર્ટીમાં આ વર્ષ લાભ આપી શકે છે. વર્ષ 2017માં સટ્ટા કે લોટરીથી દૂર રહો. 
 
લવ - 2017માં રિલેશનશિપમાં ચાલી રહેલ ટેંશનને ઉકેલવાનો પ્રયાસ કરો. કારણ વગર પાર્ટનર પર શક કરીને સંબંધો ખરાબ ન  કરો. લવ રિલેશનશિપમાં સંપૂર્ણ પારદર્શિતા રાખો. ગર્મજોશીને તકરારમાં બદલતા રોકો. લવર સાથે આઉટિંગનો પોગ્રામ બનાવો.  તેનાથી તમારા લવ રિલેશનશિપમાં પ્રગાઢતા આવશે. લવ બર્ડ્સ્ને રિલેશનશિપને મેરેજમાં બદલવા માટે 2017 શુભ છે.  જો કોઈને  પ્રપોઝ કરવા માંગી રહ્યા છો તો સમય તમારા પક્ષમાં છે.  2017ના મધ્યથી લવ રિલેશનશિપ માટે સર્વશ્રેષ્ઠ સમય છે. 
 
ફાઈનેંસ - વર્ષ 2017 ફાઈનેંશિયલ મામલામાં સાવધાંરી રાખવા તરફ ઈશારો કરી રહ્યુ છે. મની મેટર્સમાં ખર્ચ થોડો વધી શકે છે. આ  વર્ષે ઘરેલુ ખર્ચ માટે લોન લેવી પડી શકે છે.  શોક  પૂરો કરવા માટે વધુ ખર્ચ થઈ શકે છે.  ખર્ચને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો.  ધનનુ આગમન મળતાવડુ રહી શકે છે. આ વર્ષે ધન આવશે પણ તમારી પાસે ટકે નહી. જવાબદારીને કારણે ધન વ્યય પણ થશે.  2017ના મધ્ય પછી થોડી રાહત મળી જશે અને ધન સંબંધી અડચણો દૂર થશે. આવકના નવા સ્ત્રોત બની શકે છે. 
 
 

વેબદુનિયા પર વાંચો