VIDEO - આજે સૂર્યગ્રહણ.. જાણો સૂર્યગ્રહણની તમારી રાશિ પર શુ પડશે અસર જુઓ વીડિયો

સોમવાર, 21 ઑગસ્ટ 2017 (12:46 IST)
આપ સૌ જાણતા જ હશો કે આજે સૂર્ય ગ્રહણ છે... આ ગ્રહણ ભારતમાં દેખાશે નહી પણ આકાશમંડળમાં રહેલા ગ્રહો નક્ષત્રો અને તારાઓ પર આની અસર પડશે.. આ સૂર્ય ગ્રહણ એક પૂર્ણ સૂર્ય ગ્રહણ હશે.  ભારતમાં દેખાવવાનુ ન હોવાથી તેનુ સૂતક માનવામાં આવે નહી પણ નક્ષત્રો પર થનારો પ્રભાવ પૃથ્વી પર રહેલ જીવો અને પર્યાવરણ પર અસર નાખશે.  આજના સૂર્ય ગ્રહણનો સમય છે રાત્રે 9 વાગીને 16 મિનિટ થી રાત્રે 2 વાગીને 34 મિનિટ સુધી.. પૂર્ણ સૂર્યગ્રહણ રાતે 11 વાગીને 51 મિનિટ પર થશે. 
 
જાણો તમારી રાશિ પર સૂર્યગ્રહણની શુ અસર પડશે 

મેષ - મેષ રાશિના જાતકોને પંચમ ભાવમાં ગ્રહણ લાગશે. પંચમ ભાવ સંતાન અને શિક્ષણનુ સ્થાન હોય છે.. તેથી ગ્રહણના પ્રભાવથી સંતાનને કષ્ટ આવશે.. તેમની શિક્ષામાં અવરોધ ઉભો થશે.  નિર્ણય લેવાની ક્ષમતા કમજોર પડશે. 
 
વૃષભ - આ રાશિ માટે ગ્રહણ ચતુર્થ ભાવમાં લાગશે.. ચતુર્થ સ્થાન સુખ સ્થાન હોય છે.. તેથી ભૌતિક સુખ સુવિદ્યાઓમાં કમી આવશે.. માતા-પિતાને બીમારી કે કોઈ કષ્ટ પડશે.. સ્થાયી સંપત્તિનુ નુકશાન થઈ શકે છે.. પરિજનો સાથે વિવાદ થશે. 
 
મિથુન - મિથુન રાશિના ત્રીજા ભાવમાં સૂર્ય ગ્રહણ પોતાની અસર બતાવશે.. ભાઈ બંધુઓ, મિત્રોથી વિવાધ થશે...... કોઈ નિકટના વ્યક્તિ જ તમને દગો આપી શકે છે.. ભલે તે પરિજન હોય કે મિત્ર.. બિનજરૂરી વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરો.. 
 
કર્ક - સૂર્ય ગ્રહણ કર્ક રાશિવાળાના બીજા ભાવને પ્રભાવિત કરશે.. દ્વિતીય ભાવ ધન-સંપત્તિનું સ્થાન હોય છે.. તેથી ખર્ચની અધિકતા વધશે.   અચાનક કોઈ કાર્ય પર મોટો ખર્ચ કરવો પડી શકે છે. 
 
સિંહ - આ રાશિના લગ્ન પર જ ગ્રહણ છે. આ સ્થાન ખુદની શારીરિક સ્થિતિ અને પિતાનુ સ્થાન છે. લગ્ન પર શનિની દ્રષ્ટિ પડવાથી આ વાતનુ ધ્યાન રાખવુ પડશે કે જો તમે પહેલા કોઈ ખોટુ કાર્ય કર્યુ છે તો હવે તેનો દંડ ભોગવવા માટે તૈયાર રહો. જેની કુંડળીમાં શનિ અને રાહુ-કેતુ ખરાબ સ્થિતિમાં છે તેમને કષ્ટ પડશે.. કોઈ મામલામાં ફસાય શકો છો. 
 
કન્યા - આ રાશિના દ્વાદર્શ ભાવ કે વ્યય સ્થાનમાં ગ્રહણનો પ્રભાવ રહેશે.. ખર્ચ વધુ થશે.. યાત્રા વધુ કરવી પડશે અને યાત્રામાં કષ્ટ પણ ઉઠાવવુ પડશે.. યાત્રા દરમિયાન સામાન ચોરી થઈ શકે છે.. શરીરના ડાબા ભાગમાં વાગી શકે છે .. ડાબી આંખ પ્રભાવિત થઈ શકે છે. 
 
તુલા - આજનુ સૂર્યગ્રહણ આવકના સ્થાન એકાદશ ભાવને પ્રભાવિત કરશે  નોકરિયાત વ્ય્કતિઓની નોકરીમાં અવરોધ આવશે. નોકરી છૂટી પણ શકે છે. સ્થાન પરિવર્તનના યોગ બનશે.. વેપારી વર્ગને એક મહિના સુધી કોઈ મોટુ રોકાણ કરવાથી બચવુ જોઈએ નહી તો નુકશાન ઉઠાવવુ પડી શકે છે. 
 
વૃશ્ચિક  - આ રાશિના જાતકોને દશમ ભાવમાં ગ્રહણ લાગશે.. જે લોકો સરકારી નોકરીમાં છે તેમના પર કોઈ આરોપ લાગશે અને તેમને નોકરી છોડવી પડી શકે છે. ટ્રાંસફર થઈ શકે છે. અહી એક વાતનુ  ધ્યાન રાખવાનુ છે કે અચાનક કોઈ મોટો લાભ થઈ શકે છે. પણ ધ્યાન રાખો તેનો અંત શુભ નહી રહે. 
 
ધનુ - નવમ સ્થાન પર ગ્રહણ હશે.. તેથી ધર્મ કર્મ પ્રત્યે વિરક્તિ થઈ શકે છે. અતિ ઉત્સાહ નુકશાનદાયક સાબિત થશે. તેથી જે પણ કાર્ય કરો સમજી વિચારીને કરો અને મોટાની સલાહ પછી જ કરો. ઉન્નતિનો યોગ બનશે.. પણ તમને મહેનત પન એટલી જ વધુ કરવી પડશે. 
 
મકર - આજે મકર રાશિ માટે અષ્ટમ ભાવમાં ગ્રહણ લાગશે.. અચાનક દુર્ઘટનાનો ભય રહેશે.. શત્રુ સક્રિય થશે તેથી સાવધાનીથી કાર્ય કરો.. જો કે શત્રુ તમારુ કશુ બગાડી નહી શકે.. જીવનસાથીને કોઈ રોગ થઈ શકે છે. 
 
કુંભ - આજે કુંભ રાશિના સપ્તમ ભાવમાં ગ્રહણ લાગશે.. તેથી સૌથી વધુ વૈવાહિક જીવન પ્રભાવિત થશે. જે લોકોને સપ્ટમેશ કમજોર છે તેમનુ લગ્ન તૂટી પણ શકે છે. દાંમ્પત્યજીવનમાં ભારે કષ્ટ. તનાવ, મનમોટાવની સ્થિતિ બનશે. નોકરી અને વેપારમાં નુકશાન થઈ શકે છે. 
 
મીન - આ રાશિના ષષ્ઠમ ભાવમાં ગ્રહણની અસર થશે.. અહી કેટલાક મામલામાં ગ્રહણ શુભ પ્રભાવ બતાવશે.. જે કાર્ય લાંબા સમયથી અટક્યા છે કે સંપત્તિ વાહન લેવાની યોજના બનાવી રહ્યા છો તો શક્ય છે કે ગ્રહણના 30 દિવસની અંદર એ કાર્ય સંપન્ન થઈ જશે.. મીન લગ્નની ગર્ભવતી મહિલાઓ પણ સાવધાન રહે. 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 

વેબદુનિયા પર વાંચો