જ્યોતિષ : તમારા બાળકો ભણવામાં નબળા હોય તો અપનાવો આ ઉપાયો

P.R


જો બાળકોને ભણવામાં મન ન લાગતુ હોય તો શુક્લ પક્ષના પ્રથમ રવિવારે આમલીના 22 પાન લઈ આવો. તેમાંથી 11 પાન સૂર્યદેવને ૐ સૂર્યાય નમ: કરતા અર્પણ કરી દો અને બાકીના પાન અભ્યાસના કોઈપણ પુસ્તકમાં મુકી દો. ભણવામાં મન લાગવા માંડશે.

પરીક્ષામાં સફળતા અને એકાગ્રતા માટે બાલકોને ગણેશ રુદ્રાશ પહેરાવો અને દરેક બુધવારે ગણેશ મંદિર જઈને મગથી બનેલ 11 કે 21 લાડુઓનો ભોગ લગાવો અને બાળકો પાસેથી ભગવાન ગણેશની પૂજા અર્ચના કરાવો.


P.R
વિદ્યા પ્રાપ્તિના અચૂક અને સિદ્ધ મંત્ર

1. ૐ શારદા માતા ઈશ્વરી, મે નિત સુમરિ તોય, હાથ જોડ અરજી કરુ વિદ્યા વર દે મોય
2. ગ્રુરૂ ગૃહન ગણે પઢન રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સબ આઈ
3. શારદાયૈ નમસ્તુભ્યં, મમ હ્રદયે પ્રવેશિની,
પરીક્ષાયા સમુત્તીર્ણ, સર્વ વિષય નામ યથા.

જો તમારા બાળકો નાના હોય તો આ મંત્રોનો જાપ માતા-પિતા પણ કરી શકે છે. પણ બાળકો જો મોટા છે અને ભણવામાં અને પરીક્ષામાં ચમકદાર સફળતા ઈચ્છે છે તો પોતે આ મંત્રોનો દરરોજ સવારથી લઈને રાત સુધી જાપ કરો. ચોક્કસ સફળતા મળશે.

વેબદુનિયા પર વાંચો