કોરોનાકાળમાં પણ અમદાવાદની LD એન્જિનિયરિંગના 1175 વિદ્યાર્થીને 5 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર

બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (08:07 IST)
કોરોનાકાળમાં પણ અમદાવાદની LD એન્જિનિયરિંગના 1175 વિદ્યાર્થીને 5 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર
2020 અને 2021નું વર્ષ કોરોનાને લીધે વિકટ પસાર થયું હોવા છતાં એલડી એન્જિનિયરિંગ કોલેજમાં પ્લેસમેન્ટ પર કોઈ માઠી અસર જોવા મળી નથી. માર્ચ 2020થી ઓગસ્ટ 2021 સુધીમાં 174 કંપનીએ 621 વિદ્યાર્થીને જ્યારે 2021માં પાસ થયેલા 554 વિદ્યાર્થીને વાર્ષિક રૂ.3 લાખથી માંડી રૂ.7 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર થયું છે. શૈક્ષણિક વર્ષ 2019માં વિવિધ સેક્ટરની અંદાજે 104 કંપનીએ પ્લેસમેન્ટમાં ભાગ લઈ કોલેજના છેલ્લા વર્ષના 625 વિદ્યાર્થીને જોબ ઓફર કરી હતી. પરંતુ 2020 અને 2021માં મળીને વિવિધ ક્ષેત્રની કંપનીઓએ 1175 વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી છે.પ્લેસમેન્ટમાં વાર્ષિક સરેરાશ રૂ.5 લાખ સુધીનું પેકેજ ઓફર કરાઈ રહ્યું છે. એલડી એન્જિનિયરિંગમાં હજુ ડિસેમ્બર સુધી પ્લેસમેન્ટ ચાલવાનું હોવાથી જોબ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઊંચી જઈ શકે છે. એલ ડી એન્જિનિયરિંના પ્લેસમેન્ટ સેલના કો ઓર્ડિનેટર ડો. વિનોદ પટેલે જણાવ્યું કે,‘કોરોના દરમિયાન પણ કોલેજના પ્લેસમેન્ટ સેલે ઓનલાઈન કામગીરી સતત ચાલુ રાખી હતી. પ્લેસમેન્ટ માટેની તમામ પ્રક્રિયા એપ્ટિટ્યૂડ ટેસ્ટ, ગ્રૂપ ડિસ્કસન, પર્સનલ ઈન્ટરવ્યૂ સહિતની કામગીરી ઓનલાઈન કરાઈ હતી અને હાલ પણ ઓનલાઈન પ્લેસમેન્ટ ચાલુ છે.’
 
આ સેક્ટરમાં જોબ ઓફર
ઓઈલ એન્ડ ગેસ
પાવર સેક્ટર પેટ્રોકેમિકલ્સ
ઓટોમોબાઈલ, ફર્ટીલાઈઝર્સ
ટેક્સટાઈલ
આઈટી
ક્રેન ઈન્ડિયા
વેદાન્તા
એસેન્ચર, ટીસીએસ
ટોરેન્ટ પાવર
એલ એન્ડ ટી
અદાણી એન્ટરપ્રાઈઝ
આરએસપીએલ
ટાટા કેમિકલ્સ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર