જો તમે મોબાઈલ ફોનના સિમને આધાર સાથે લિંક નથી કરાવ્યો તો તમારે માટે ખુશખબર છે. તમે IVR (Interactive Voice Response) દ્વારા ઘરે બેઠા બેઠા સિમને આધાર સાથે લિંક કરી શકો છો. UIDAI આ માટે નંબર રજુ કરી દીધો છે. આ નંબર 14546 છે. તમને તમારો આધાર નંબર તમારી પાસે રાખવાનો છે અને નંબર ડાયલ કર્યા પછી જેમ જેમ સલાહ મળે તેને ફોલો કરતા સિમને આધાર સાથે લિંક કરી શકો છો. આ પ્રોસેસ હિન્દી અંગ્રેજી સાથે અન્ય રીઝનલ ભાષાઓમાં પણ કામ કરશે. મહત્વની વાત એ છે કે તમારી પાસે ભલે કોઈપણ કંપનીની સિમ હોય. તમારુ કામ આ એક નંબરથી જ થઈ જશે. મતલબ કોઈપણ કંપનીની સિમને આધાર સાથે લિંક કરવા માટે સેમ નંબર જ કામમાં આવશે.
આવો જાણીએ સંપૂર્ણ પ્રોસેસ વિશે...
સ્ટેપ 1 - તમારો ફોન નંબરથી 14546 ડાયલ કરો.. વોઈસ રિસ્પોન્સ મક્યા પછી તમને તમારી રાષ્ટ્રીયતા પૂછવામાં આવશે. તેમા બે ઓપ્શન હશે. Indian national અને NRI. તમે તમારા હિસાબથી વિકલ્પ પસંદ કરી શકો છો.