Meta AI ડાયરેક્ટ Whatsapp થી તમારા સવાલ પૂછો જાણો

મંગળવાર, 2 જુલાઈ 2024 (12:54 IST)
WhatsApp પર ફ્રીમાં કરો AI થી વાત શું તમને પણ જોવાયુ ભૂરા રંગનુ રિંગ 
 
Meta AI હકીકતમાં Whatsappનો એક નવુ AI બેસ્ડ ચેટબૉટ છે જે તમારી જુદી-જુદી ટાસ્ક કરવામાં મદદ કરી શકે છે. આ ચેટ તમે તેનો ઉપયોગ માહિતી શોધવા, પ્રશ્નોના જવાબો મેળવવા અને મનોરંજક રમતો રમવા માટે પણ કરી શકો છો. જે વપરાશકર્તાઓએ AIની ઍક્સેસ મેળવવાનું શરૂ કર્યું છે તેઓ એપ્લિકેશનની ટોચ પર વાદળી રિંગ જોઈ રહ્યા છે.
 
આ રીતે Meta AI ઍક્સેસ કરો
Meta AI નો ઉપયોગ શરૂ કરવા માટે, તમારે નીચે આપેલા પગલાંને અનુસરવાની જરૂર છે.
 
WhatsApp ખોલો
સૌથી પહેલા તમારે WhatsAppને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરવું પડશે અને પછી તેને ઓપન કરવું પડશે.
 
વાદળી રિંગને ટેપ કરો
સ્ક્રીનની ટોચ પર, તમે Meta AI માટે એક નવું વાદળી આઇકન જોશો. તેના પર ટેપ કરો.
 
Meta AI ને પરવાનગી આપો
વાદળી રિંગ પર ટેપ કર્યા પછી, તમને Meta AI વિશે સમજાવવામાં આવશે અને તમારે 'Continue' પર ટેપ કરીને નિયમો અને શરતો સાથે સંમત થવું પડશે.

Edited By- Monica sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર