IPL 2024 ને માટે ઓક્શન આજે દુબઈમાં એક વાગે શરૂ થશે. જેના પર બધા ફેંસની નજર ટકી છે. ઓક્શન માટે બધી ટીમોએ પહેલાથી જ તૈયારીઓ પુરી કરી લીધી છે. આએ એપીએલ દુનિયાની સૌથી વધુ જોવામાં આવતી ક્રિકેટ લીગ છે અને અહી રમીને અનેક પ્લેયર્સે પોતાનુ કરિયર બનાવ્યુ છે. આજે ઓક્શનમાં અનેક સ્ટાર પ્લેયર્સના કરોડપતિ બનવાના પુરા ચાંસ છે.
મલ્લિકા સાગર બનશે ઓક્શનીયર
આ વખતે ઓક્શન માટે મલ્લિકા સાગરને ઓક્શનીયર તરીકે પસંદ કરવામાં આવી છે. મલ્લિકા સાગર મુંબઈમાં રહેનારી છે અને તે પહેલા પણ આ કામ કરી ચુકી છે. મલ્લિકાએ વુમેંસ પ્રીમિયર લીગ 2023માં સતત 2 વાર સફળતાપૂર્વક બધા ખેલાડીઓની નીલામી કરાવી હતી. આઈપીએલના ઈતિહાસમાં આ પહેલી તક હશે જ્યારે કોઈ મહિલા ઑક્શનીયર ખેલાડીઓનુ ઓક્શન કરશે.
19 સેટમાં વહેચવામાં આવ્યા ખેલાડી
ઓક્શનની ફાઈનલ લિસ્ટમાં સામેલ ખેલાડીઓને 19 સેટમાં વહેંચવામાં આવ્યા છે. અહી બેટ્સમેન, ઓલરાઉંડર, ઝડપી બોલર, સ્પિનર, વિકેટકિપર, કૈપ્ડ અને અનકૈપ્ડ ખેલાડીઓના જુદા જુદા સેટ હશે જે એક પછી એક અલ્ટરનેટ ચાલતા રહેશે અને રિપિત થતા રહેશે.
આઈપીએલ 2024 ઑક્શનનુ આયોજન દુબઈના કોકા કોલા એરિનામાં થશે, જ્યા 10 ફ્રેંચાઈજી ટીમો ખેલાડીઓ પર બોલી લગાવશે. આ ઓક્શન સ્થાનીક સમય મુજબ 11.30 વાગે અને ભારતીય સમય મુજબ બપોરે 1 વાગે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે આ હરાજીનુ આયોજન એક દિવસ માટે છે.