IPL 2022 GT vs RCB Highlights: ગુજરાત ટાઈટંસે 6 વિકેટે આરસીબીને હરાવ્યુ

શનિવાર, 30 એપ્રિલ 2022 (22:20 IST)
ડેવિડ મિલર અને રાહુલ તેવતિયાની આક્રમક બેટિંગના દમ પર ગુજરાત ટાઈટંસે રૉયલ ચૈલેંજર્સ બેંગલોરને 6 વિકેટ હરાવ્યુ  નવી દિલ્હી. ડેવિડ મિલર અને રાહુલ ટીઓટિયાની આક્રમક બેટિંગના આધારે ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું. RCB દ્વારા આપવામાં આવેલા 171 રનના ટાર્ગેટના જવાબમાં ગુજરાતે 19.3 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 174 રન બનાવીને ટાર્ગેટ હાંસલ કર્યો હતો. રિદ્ધિમાન સાહા અને શુભમન ગીલે 51 રનની ભાગીદારી કરીને ગુજરાતને મજબૂત શરૂઆત અપાવી હતી, પરંતુ આ પછી ગુજરાતની 95 રનમાં 4 વિકેટ પડી જતાં દાવ ખોરવાઈ ગયો હતો. મેચની બેટિંગ સાચવતા તેવટિયા અને મિલરે તોફાની બેટિંગ કરી હતી. તેવટિયાએ અણનમ 43 અને મિલરે અણનમ 39 રન બનાવ્યા હતા. 
 
IPL 2022 GT v RCB Live Score:ડેવિડ મિલર અને રાહુલ તેવતિયાની આક્રમક બેટિંગના આધારે ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું. મિલરે અણનમ 39 જ્યારે તેવટિયાએ અણનમ 43 રન બનાવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર