ધોનીએ કહ્યુ, વિકેટ ધીમી હતી અને એબી ડિવીલિયર્સે સારી બેટિંગ કરીને મોટો સ્કોર બનાવ્યો. આવામાં લાગી રહ્યુ હતુ કે આવી વિકેટ પર લક્ષ્યનો પીછો કરવો થોડો મુશ્કેલ રહેશે. પણ આવી વિકેટ પર ડીવિલિયર્સે સારી રમત બતાવી. સારા રમતનુ શ્રેય તેમને પણ જાય છે. આ ઉપરાંત ધોની જીતનો શ્રેય અંબાતી રાયડૂ અને પછી અંતમાં શૉટ મારનારા ડ્ર્વેન બ્રાવોને આપ્યુ.