વારાણસીમાં ફ્લાયઓવરના નિર્માણમાં બતાવાયેલ બેદરકારીથી મંગળવારે સાંજે મોટી દુર્ઘટના થઈ ગઈ. રૂટ વગરના ડાયવર્ઝનના પિલર પર મુકવામાં આવી રહેલ બે બીમ પડી જવાથી કોહરામ મચી ગયો. અડધો ડઝનથી વધુ વાહન આ બીમ નીચે દબાય ગયા. જેને કારણે 18થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો. જ્યારે કે અનેક ગંભીર રૂપે ઘાયલ થયા છે. એનડીઆરએફ, સેના, પોલીસ, પેએસી અને સ્થાનીક લોકોની મદદથી ચાર કલાક સુધી ચાલેલા રાહત અને બચાવ કાર્ય પછી બંને બીમને હટાવવામાં આવ્યા છે. ઘટના બદલ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને રાષ્ટ્રપતિએ દુખ વ્યક્ત કર્યુ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક તપાસ સમિતિની રચના પણ કરી છે અને મૃતકોને પાંચ પાંચ અને ઘાયલોને બે બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.