આ ઉપાયથી શાંત થશે પિતૃ, બધા દોષોથી થશો મુક્ત

શનિવાર, 9 સપ્ટેમ્બર 2017 (16:58 IST)
આપણા પૂર્વજ જેમની સદ્દગતિ કે મોક્ષ કોઈ કારણસર નથી થઈ શકતો તો તેઓ આપણી પાસેથી આશા કરે છે કે આપણે તેમની સદ્દગતિ કે મોક્ષનો કોઈ ઉપાય કરીએ. જો તેમની આશાઓને પૂર્ણ કરવામાં આવે તો તેઓ આપણને આશીર્વાદ આપે છે. 
 
ઘરમાં પિતૃદોષ છે તો આ ઉપાયોને અપનાવીને તેને શાંત કરી શકાય છે. 
 
- પીપળના વૃક્ષ નીચે ગાયના ઘી નો દીવો પ્રગટાવો. દૂધથી બનેલી ખીરનો ભોગ લગાવો. પીપળાના પૂજા દરમિયાન વાપરેલુ પાણી ઘરમાં છાંટો.  પાણીમાં પિતૃઓનો વાસ માનવામાં આવ્યો છે.  પીવાના પાણીના સ્થાન પર તેમના નામનો દીવો પ્રગટાવવાથી પિતૃદોષની શાંતિ થાય છે. પિતરોને યાદ કરી ગાયને ચારો ખવડાવો. 
- સૂર્યદેવને હાથ જોડીને પ્રાર્થના કરો કે તમે મારા પિતરો સુધી મારા પ્રણામ પહોંચાડો અને તેમને તૃપ્ત કરો. 
 - રોજ કુલદેવતાની પૂજા કરવાથી પિતૃ દોષ શાંત થાય છે. રસ્તે જતા લોકોને ઠંડુ પાઅણી પીવડાવવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે. 
-  ઘરમાં ગીતાનો પાઠ કરાવવો જોઈએ. 
- વર્ષમાં એક-બે વાર હવન જરૂર કરાવો 
- દરેક મહિને એક કે બે ઉપવાસ જરૂર રાખો 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર