ઉપલબ્ધિના સાક્ષી રહ્યા છે ભારતના સિક્કાઓ ....

N.D
ગાંધીજીએ જાણ્યુ કે ભારતમાં સદીઓથી પલ્લવિત સામાજીક વિભેદ, જેમા ખેડૂત અને શ્રમિક જકડાયેલા છે, તેમની બેડીઓ તોડ્યા વગર ભારતમાં સામાજિક એકતાની સ્થાપના શક્ય નથી. તેથી મહાત્મા ગાઁઘીએ સામાજિક સદ્દભાવની જનક પરોઢની પ્રાર્થના 'વૈષ્ણવ જન' કાર્યક્રમ અપનાવ્યો. ભારત રાષ્ટ્રના 'શાંતિ અને અહિંસાના દેવતા' અને 'આઝાદીના અગ્રદૂત' મહાત્મા ગાઁઘીએ આ આદર્શોના સન્માનમાં આપણી સરકારે 10 રૂપિયા, 1 રૂપિયો, 50 પૈસા અને 20 પૈસાની કિમંતના ચાર સ્મારક સિક્કાઓ રજૂ કર્યા.

આજનો સૌથી મોટો પડકાર છે, આઝાદીનો અર્થ અને આઝાદીના આંદોલનની હકીકતોને જાણવી. યુવા પેઢીનો દ્રષ્ટિકોણ બિલકુલ જુદો જ છે. કેટલાકનુ માનવુ છે કે 'સત્ય નગ્ન હોય છે, તેથી નગ્ન આંખો તેને જોવામાં અસમર્થ હોય છે. તેને જોવા માટે બીજાના ઉધાર લીધેલા ચશ્માની જરૂર હોય છે, અને તેનાથી જે દેખાય છે તે જ સત્ય છે. એક વાત બીજી પણ છે, તેઓ ગૌતમ કે ગાઁધીની જેમ સત્ય જોવા અને બોલવાની હિમંત પણ નથી કરતા. બીજી બાજુ સત્ય પણ છુપાયેલુ રહે છે, કારણકે તે યુવા પેઢીની કાયરતાપૂર્ણ બર્બરતાથી ગભરાવા માંડ્યો છે કે તેને પણ સુક્રાંત ની જેમ નિર્દોષ ફાંસી પર ન લટકાવી દે. તમે તેને શોધવા રસ્તા પરથી સંસદ સુધી અને આરાધના સ્થળથી કોઈ પણ ઓફિસ સુધી દોડ લગાવી લેજો. તમે પોતે સત્ય જાણી જશો. સત્ય બિચારુ લાચાર છે, કારણકે તે 'કાકસ' ના 'ફોકસ' નો શિકાર બન્યુ છે.

દેશની આઝાદીનો યથાર્થ અને ઈતિહાસ જે અમારા રાષ્ટ્રીય સિક્કાઓમાં રહેલો છે, તે કાંઈક બીજુ જ છે, જે સત્ય છે. કારણકે સિક્કા હંમેશા સત્ય બોલે છે. તેઓ રાષ્ટ્રીય હકીકતોનુ દર્શન આખા રાષ્ટ્રને કરાવતા રહે છે. તેથી તો તેના પર ટંકાયેલુ રહે છે 'સત્યમેવ જયતે'. સિક્કા અનંતકાળથી આપણા જીવનનો અભિન્ન અંગ છે. ભિખરીથી લઈને ધનિક અને ભગવાન પણ, બધાનો સંસાર આનાથી જ સંચાલિત થાય છે. સાચા અર્થમાં સિક્કા, સમાનતા, સ્વતંત્રતા અને ભાતૃત્વપ્રેમના મૂળ જનક છે, કારણકે કોઈ પણ વર્ગ શ્રેણી અને સંપ્રદાયને આનાથી કદી પરેજ નથી હોતુ. આ ધર્મનિરપેક્ષ અને રાષ્ટ્રીય એકતાના સૂત્રધાર છે. હકીકતમાં આ પણા સંપ્રભુ શાસક છે. અને પક્ષ-વિપક્ષ સૌની સરકાર ચલાવતા રહે છે. સૌથી મોટી હકીકત એ છે કે ઈતિહાસ અનુશીલનના સર્વમાન્ય પ્રમાણિક સ્ત્રોતના સિક્કા હોય છે. તેથી આઝાદી અને તેનો ઈતિહાસ જાનવાનો પ્રયત્ન આના દ્વારા જ કેમ ન કરીએ ?

બધા જાણે છે કે સામાજિક અને સાંસ્કૃતિક એકતાના અભાવમાં તાકતવર રાષ્ટ્રની પણ સ્વતંત્રતા ટકી નથી શકતી. મહાત્મા ગાંધીએ આ તથ્યથી અવગત થઈને એકતાના તાણા-વાણા વણવાની કળા જાણવા માટે ભારતીય સંત પરંપરાનુ પારાયણ કરી નાખ્યુ. તેમણે ગૌતમને સતત ગોખલે યુગના સંત પરંપરાથી સંતત્વ, સત્ય અંવેષણની વિધિઓ અને લોકકલ્યાણ કાર્યક્રમના સંચાલનના ગૂઢ ગુર સીખ્યા, અંગીકાર કર્યા અને 1919ના સ્વદેશી, 1929ના મીઠાના સત્યાગ્રહ અને 1942ના 'કરો કે મરો' આંદોલનોના માધ્યમથી દેશમાં અંકુરિત કર્યા. આ આંદોલનોના સૂક્ષ્મ અવલોકનથી અનુભવી શકાય છે કે મહામાનવ ગાઁઘીજીએ વિશ્વ સ6ત સાહિત્યનુ મંથન કરી થોડા ઘણા આર્ય સત્ય શોધ્યા અને રાષ્ટ્રીય આંદોલનમાં તેમણે લાગૂ કરી દેશને આઝાદીની લક્ષ્ય તરફ અગ્રેસર કર્યુ.

આઝાદીથી અત્યાર સુધીન બધા શાસનકર્તાઓએ ઉપરોક્ત સંત પરંપરની સંતત્વ સંપદાનુ દેશની એકતા અને આઝાદીમાં યોગદાન સ્વીકાર્યુ છે અને તેની સ્મૃતિમાં ઘણા સ્મરણાત્મક સિક્કાઓ રજૂ કર્યા છે, જેમાથી એક તરફ તો ભારતનુ રાષ્ટ્ર ધન્ય થયુ છે તો બીજી તરફ ભારતીય સિક્કાઓની શ્રૃંખલા પણ સમૃધ્ધ થઈ છે. જેમાં વિશેષ ઉલ્લેખનીય છે, સંત તુકારામ, જ્ઞાનેશ્વર, સંત તિરુવલ્લુર,શ્રી અરવિંદો અને મહાત્મા ગાઁઘીના સિક્કાઓ, જે અહીં પ્રકાશિત છે.

દેશની આઝાદીને સુદ્દઢ રાખવામાં પણ ભારતીય સિક્કાઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. અર્થતંત્ર સંચાલનની સાથ-સાથે રાજનીતિક કાર્યક્રમ અને શાસન તંત્ર અમલીકરણમાં પણ સિક્કાઓએ ચિરસ્મરણીય ભૂમિકા ભજવી છે. પંચવર્ષીય યોજનાઓનુ મુખ્ય લક્ષ્ય : પ્રથમ ખેતીનો વિકાસ, ખેતી ઉદ્યોગનો વિકાસ, વ્યાપાર-વ્યવસાય અને તકનીકી વિકાસ, તેમના વિવિધ ચરણો, આપણા સિક્કાઓ પર પ્રભાવી રૂપે ટંકાયા.

આપણા રાષ્ટ્રીય આદર્શો, મૂલ્યો નીતિયો અને ઉપલબ્ધતા, રાષ્ટ્રીય કાર્યક્રમ અને રાષ્ટ્રીય વિકાસમાં વિવિધ વર્ગો અને વ્યવસાયોની ભૂમિકાઓ પ્રભાવી રૂપે સિક્કાઓને ભારતીય લોકો સુધી સફળતાપૂર્વક પહોંચાડી છે વિવિધ, રસપ્રદ, અને મહત્વપૂર્ણ ઘટનાઓનુ ટંકન પણ સિક્કાઓ પર આકર્ષિત રૂપે કરવામાં આવ્યુ છે. ઉદાહરણ રૂપે, ખેતીના વિકાસ અને બીજી ઉપલબ્ધિઓને બતાવવા માટે આપણા સિક્કાઓ પર 'ઘઉંની ઉમ્બી' અને 'સૌને માટે અનાજ' , અનાજ અને મકાન, 'નિયોજીત પરિવાર', 'સમાનતા, વિકાસ, શાંતિ', 'બાળકોનુ હાસ્ય', રાષ્ટ્રની શાન' 'ગ્રામીણ સ્ત્રીઓની પ્રગતિ', 'વિશ્વ ખાદ્ય દિવસ'. ઓલિમ્પિક 'નવમ એશિયાઈ ખેલ', આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ, 'મત્સ્ય ઉદ્યોગ', 'આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન' વગેરે લેખવાળા વિવિધ સિક્કાઓ, આપણી ઉપલબ્ધિઓના સાક્ષી સ્વરૂપ પ્રકાશિત છે.

આજે સમાજમાં નકારાત્મક આંદોલનોનુ વાવાઝોડું આવી ગયુ અને તેનાથી વિરુધ્ધ સકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમોમાં સુખ ! અયોગ્યતા અને અપેક્ષામાં વધતી ખાઈ, અન્નદાતાઓની ઉપેક્ષા અને વચેટીયાઓના હિતનુ સંપાદન, ગાઁઘીવાદી આદર્શોનુ સ્તરહીન અવમૂલ્યન. રાજનીતિમાં સરેરાશ વગર સંત પ્રવેશ છતાં રાજનીતિમાં સંતત્વનો અભાવ. જેનો ઈલાજ હજુ વિજ્ઞાન પણ નથી શોધી શક્યુ અને કદાચ જ શોધી શકે. એ સારુ પણ છે નહી તો ભસ્માસુર પણ અમર થઈ જશે. ગાઁધીજીએ સાચુ જ વિચાર્યુ હતુ 'કરો યા મરો', થોડા ઘણા નેતાઓએ તેમા પોતાનુ યોગદાન જોડી દીધુ, ' (કશુ ન)કરો અને (કદી ન) મરો'. ધર્મના ઠેકેદારો આનાથી પ્રેરણા લેવાથી કેમ ચૂકે - તેમણે પોતાના સ્થાયી હિતમાં નિકાલ શોધી લીધો - મારો-મારો, પરંતુ યુગની આવશ્યકતા છે 'પહેલા સમાજ માટે કરો, પછી મરો'.

વેબદુનિયા પર વાંચો