Tips for Air conditions - શિયાળાની ઋતુ લગભગ પૂરી થઈ ગઈ છે. હવે થોડા દિવસોમાં ગરમી લોકોને પરેશાન કરવા લાગશે. ઘર-ઓફિસમાં એર કન્ડીશનીંગ(AC)વિના લોકો માટે રહેવું મુશ્કેલ થઈ જશે. જો તમે પણ ઉનાળાની ગરમીથી બચવા માટે તમારું AC ચલાવવાનું વિચારી રહ્યા છો, તો તેને ચાલુ કરતા પહેલા પાંચ બાબતોનું ધ્યાન રાખો. તેનાથી તમારું વીજળીનું બિલ તો ઘટશે જ, પરંતુ સાથે જ એસી કૂલીંગમાં પણ સુધારો થશે.
કૂલિંગ મોડથી બચો - જો તમે આ ઉનાળામાં પહેલીવાર તમારું AC ચાલુ કરવા જઈ રહ્યા છો, તો શરૂઆતમાં તેને કૂલિંગ મોડમાં ન ચલાવો. થોડા સમય માટે સામાન્ય ફેન મોડ પર AC ચલાવો. આ પછી, તેને ધીમે ધીમે કૂલિંગ મોડ પર લઈ જાઓ. ઉલ્લેખનીય છે કે AC ઘણા દિવસોથી બંધ રહેવાને કારણે તેની અંદર ધૂળના કણો જમા થઈ જાય છે. ફેન મોડ પર ચાલુ કરવાથી અંદરથી મોટાભાગે તે સાફ થઈ જાય છે.