બેકિંગ સોડાનો કરો ઉપયોગ
ઘણા પ્રકારની સફાઈ માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરાય છે. બાથરૂમની ગંદી પડેલી ટાઈલ્સને સાફ કરવા માટે બેકિંગ સોડા ખૂબ કારગર હોય છે. તમને માત્ર આટલુ જ કરવુ છે કે એક વાટકીમાં બેકિંગ સોડા લઈને તેમાં પાણીના કેટલાક ટીંપા નાખવા છે અને પછી એક સ્પંજની મદદથી આ મિક્સને ટાઈલ્સ પર ઘસવુ છે. તે પછી ગરમ પાણીથી ટાઈલ્સને ધોવુ છે.
સિરકાથી સાફ થઈ જશે ટાઈલ્સ
જો બાથરૂમના ટાઈલ્સ પર ડાઘ લાગેલા હોય તો તેને મટાવવા માટે તમે સિરકાનો પણ ઉપયોગ કરી શકો છો. તમને માત્ર આટલુ જ કરવુ છે કે એક બાલ્ટીમાં પાણી લઈને તેમાં સિરકો મિક્સ કરવુ છે અને આ મિક્સમાં એક કપડાથી બાથરૂમની ટાઈલ્સને સાફ કરવુ છે આવુ કરવાથી ગંદી ટાઈલ્સ ચમકવા લાગશે.
લીંબૂ અને બેકિંગ સોડાથી નવી જેવી થશે ટાઈલ્સ
ઘણી વાર કપડાની ગંદગી સાફ કરવા માટે લીંબૂના રસનો પણ ઉપયોગ કરાય છે પણ શુ તમે જાણો છો કે બેકિંગ સોડાની સાથે મળીને લીંબૂનો રસ વધુ અસરકારક થઈ જાય છે. બેકિંગ સોડા અને લીંબૂના રસ મિક્સ બનાવીને તમે ટાઈલ્સની સફાઈ કરી શકો છો. તેના ઉપયોગથી ટાઈલ્સ એકદમ નવાની જેમ ચમકવા લાગશે.