લોટને કોઈ વાસણમાં ચાળો, મીઠુ અને તેલ નાખીને કુણા પાણીથી નરમ લોટ બાંધી લો
બાંધેલા લોટને 15-20 મિનિટ માટે ઢાંકીને મુકો
લીલા વટાણાનો મસાલો તૈયાર કરો
વટાણાના દાણાને હળવા નરમ થતા સુધી બાફી લો. પાણી કાઢી લો. ઠંડ થાય એટલે વાટી લો
હવે લીલા મરચાને ધોઈને ઝીણા સમારી લો. આદુ છીણી લો આ બંનેને વાટી લો
વાટેલા વટાણાની પેસ્ટમાં મીઠુ અને આદુ મરચાની પેસ્ટ, લાલ મરચુ, ધાણાજીરુ અને લીલા ધાણા નાખીને સારી રીતે મિક્સ કરો.
ગેસ પર તવો ગરમ કરવા માટે મુકો. બાંધેલા લોટમાંથી લીંબુ બરાબર લોઈ લઈને ગોળ કરો અને સૂકો લોટ લગાવીને 2 1/2 કે 3 ઈંચના ગોળાકારમાં વણો. વણેલા પરાથા પર ચમચીથી થોડુ તેલ લગાવો. હવે એક કે દોઢ ચમચી વટાણાનો મસાલો ભરીને તેલ લગાવેલા ભાગ પર મુકો.
હવે પરાઠાને ચારેબાજુથી પકડીને બંધ કરો. બંને હાથ વચ્ચે મુકીને દબાવીને થોડી મોટી કરી લો. તેને સૂકો લોટ લગાવીને વેલણથી હળવા હાથથી 6-7 ઈંચના વ્યાસમાં વણો. પરાઠા વણતી વખતે ફાટવા ન જોઈએ. વણેલા પરાઠાને ગરમ તવા પર નાખો. બંને બાજુ તેલ લગાવો અને બંને બાજુથી પલટાવીને બ્રાઉન થતા સુધી સેકી લો.