ગાજરનુ અથાણુ - જાણો એકદમ સહેલી રીત, શાક નહી હોય તો રોટલીનો આપશે સાથ

બુધવાર, 30 ડિસેમ્બર 2020 (15:20 IST)
અથાણુ ખાવાનો ટેસ્ટ વધારી દે છે. બીજી બાજુ એવા ઘણા લોકો છે જેમનુ જમણ અથાણા વગર પુરૂ થતઉ જ નથી. આવામાં શિયાળાની ઋતુમાં કેરીનુ અથાણુ બનાવવુ મુશ્કેલ છે, પણ ગાજરનુ અથાણુ કોઈપણ ઋતુમાં બનાવી શકાય છે.  કારણ કે તેને સુખવવા માટે વધુ તાપની જરૂર નથી હોતી. આવો જાણીએ કેવી રીતે બનશે ગાજરનુ અથાણુ. 
 
સામગ્રી - 
500 ગ્રામ ગાજર
લગભગ પાંચ ચમચી રાઈની દાળ 
1 ચમચી લાલ મરચું પાવડર
1/2 ચમચી હળદર
1/2 ચમચી હીંગ
1  ચમચી લીંબુનો રસ
સરસવ અથવા ઓલિવ તેલ
સ્વાદ મુજબ  મીઠું
 
બનાવવાની રીત - ગાજરને છોલીને તેને સાફ કરી લો. તેના 2-2 ઈંચના લાંબા ટુકડા કાપી લો. 
- આ ટુકડા પર લગાવેલ પાણી સારી રીતે સુકાય જવા દો. બની શકે તો તેને એક દિવસ તાપ બતાવી દો. નહી તો અથાણુ ખરાબ થવાની શક્યતા રહેશે. 
- જેટલી પણ સામગ્રી છે તેને એક જારમાં ગાજર સાથે મિક્સ કરીને મુકી દો. 
- જારને સૂરજની રોશનીમાં મુકી દો. અથાણુ તૈયાર થઈ જશે. તેમા બે-ત્રણ દિવસ લાગશે. 
- તમે ચાહો તો તેમા વચ્ચેથી કપાયેલ લીલા મરચા પણ નાખી શકો છો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર