-કર્મચારીઓને $ 75,000 (લગભગ 62 લાખ રૂપિયા) આપવાની જાહેરાત
બાળક પેદા કરવા મળશે લાખો રૂપિયા Child Birth Bonus: જ્યારે ઘણા દેશોમાં વસ્તી વૃદ્ધિ એક સમસ્યા છે, ત્યારે દક્ષિણ કોરિયા વસ્તી વિષયક કટોકટીનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, પ્રજનન દરમાં ચિંતાજનક ઘટાડાને સુધારવા માટે એક પહેલ કરીને, બૂયોંગ ગ્રુપ નામની કંપનીએ તેના કર્મચારીઓને $ 75,000 (લગભગ 62 લાખ રૂપિયા) આપવાની જાહેરાત કરી છે .
આ ચુકવણી પણ નાની નથી, પરંતુ બોનસ તરીકે 100 મિલિયન કોરિયન વોન (લગભગ 62.23 લાખ ભારતીય રૂપિયા)ની રકમ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં, કંપનીની આ ઑફર માત્ર મહિલા કર્મચારીઓ માટે જ નથી, પરંતુ આ બોનસ પિતા બનનાર પુરુષ કર્મચારીઓને પણ આપવામાં આવશે. કંપનીએ વર્ષ 2021 પછી બાળકોને જન્મ આપનારા કર્મચારીઓને ચૂકવણી કરવાનું શરૂ કરી દીધું છે.