સાથે જ અમેરિકાએ બંને દેશોને યુદ્ધ જેવી સ્થિતિને ટાળવાનુ પણ કહ્યુ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તનાવની ચિંતામાં પડેલ અમેરિકાએ બુધવારે પરમાણુ શક્તિ સંપન્ન બંને દેશોના તનાવ ઓછો કરવા માટે તરત પગલા ઉઠાવવાની અપીલ કરી. તેમને ચેતાવણી આપી કે અગળથી કોઈપણ તરફથી કરવામાં આવેલ સૈન્ય કાર્યવાહીથી બંને દેશો માટે જોખમની આશંકા અસ્વીકાર્ય રૂપથી ખૂબ વધુ છે.
વાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (એનએસસી)ના એક અધિકારીએ કહ્યુ, અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તનાવને લઈને ચિંતિત છે અને તેણે બંને પક્ષમાંથી તનાવ ઓછો કરવા માટે તત્કાલ પગલા ઉઠાવવાનુ આહ્વાન કર્યુ છે.
બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને મોટી સફળતા મળી છે. અમેરિકા, બ્રિટન, ફ્રાંસને જૈશ એ મોહમ્મદના પ્રમુખ સરગના મસૂદ અઝહરને ગ્લોબલ ટેરેરિસ્ટની યાદીમાં નાખવા માટે નવો પ્રસ્તાવ રજુ કર્યો છે. યાદીમાં નામ આવવાથી મસૂદની વૈશ્વિક યાત્રાઓ પર બેન લાગી જશે અને સાથે જ તેની સંપત્તિ પણ જપ્ત થઈ જશે.