જાપાનમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, સુનામી પર ઍલર્ટ જાહેર

ગુરુવાર, 8 ઑગસ્ટ 2024 (16:01 IST)
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સર્વે એટલે કે યુએસજીએસના જણાવ્યા પ્રમાણે દક્ષિણ જાપાનમાં ભૂકંપ આવ્યો છે. ભૂકંપની તીવ્રતા 7.1 જણાવાઈ રહી છે.

જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા સાતની આસપાસ માપવામાં આવી છે. આ પછી આસપાસના વિસ્તારોમાં સુનામીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ દક્ષિણ જાપાનમાં 6.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે.
 
આ પછી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ જાપાનના મિયાઝાકીમાં હતું. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ડરીને પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર આવી ગયા હતા.
 
જાપાની મીડિયા એનએચકે વર્લ્ડ અનુસાર ભૂકંપ બાદ મિયાજાકી, કોચી, ઓઇતા, કગોશિમા જેવા વિસ્તારમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર