UK માં રાજકીય સંકટ- બોરિસ જોન્સન પર વડાપ્રધાન પદ છોડવાનું દબાણ વધ્યું, ભારતીય મૂળના નાણામંત્રી ઋષિ સુનક બની શકે છે બ્રિટનના વડાપ્રધાન

શુક્રવાર, 14 જાન્યુઆરી 2022 (16:18 IST)
Boris Johnson Apology: ગયા વર્ષે કોવિડ-19 રોગચાળા સામે લોકડાઉન દરમિયાન તેમની ઓફિસમાં પાર્ટી કરતા કર્મચારીઓનો વીડિયો સામે આવ્યા બાદ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને માફી માંગી છે.
 
લોકડાઉનમાં પોતાના સત્તાવાર નિવાસ સ્થાને દારુની પાર્ટી યોજીને ફસાયેલા બ્રિટિશ પીએમ બોરિસ જોનસનના રાજીનામા માટે માંગ વધી રહી છે. એવુ કહેવાય છે કે, બોરિસ જોનસન રાજીનામુ નહીં આપે તો તેમની કન્ઝર્વેટિવ પાર્ટી તેમને પીએમ તરીકે હટાવી શકે છે.
 
રુષિ સુનકને જોનસનની જગ્યાએ પીએમ બનાવાય તેવી શક્યતા સૌથી વધારે છે.આ ઉપરાંત વિદેશ મંત્રી લિઝ ટૂસ તથા કેબિનેટ મિનિસ્ટર માઈકલ ગોવ પણ આ પદ માટે રેસમાં છે.પૂર્વ વિદેશ મંત્રી જેરમી હન્ટ, ભારતીય મૂળના ગૃહ મંત્રી પ્રીતિ પટેલ, સ્વાસ્થઅય મંત્રી સાદિક જાવેદ પણ આ રેસમાં સામેલ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર