કાશ્મીર ભારતનું અંગ નથી અને અમે ભારતના ગુલામ નથી - પાકિસ્તાન

બુધવાર, 20 ઑગસ્ટ 2014 (09:47 IST)
. પાકિસ્તાની હાઈ કમિશ્નર અબ્દુલ બાસિતની જમ્મુ કાશ્મીરના અલગતાવાદી નેતાઓ સાથે મુલાકાત પર ભારત દ્વારા વિરોધી પ્રતિક્રિયા બતાવતા અને બંને દેશો વચ્ચે વિદેશ સચિવ સ્તરની વાતચીત રદ્દ કર્યા બાદ પાકિસ્તાને કહ્યુ છે કે તેઓ ભારતના ગુલામ નથી કે તેની દરેક આજ્ઞાનું પાલન કરે. પાકિસ્તાને એ પણ દાવો કર્યો છે કે કાશ્મીર ભારતનો ભાગ નથી અને આ વિવાદમાં તેમની પણ ભાગીદારી યોગ્ય છે. બીજી બાજુ વાતચીત રદ્દ કરવાના મોદી સરકારના નિર્ણય પછી પાકિસ્તાન તરફથી જમ્મુ કાશ્મીરમાં સીમા પર મંગળવારે રાત્રે ફરી ગોળીબારી કરવામાં આવી. 
 
પાકિસ્તાને કહ્યુ - કાશ્મીર ભારતનો ભાગ નથી 
 
પાકિસ્તાના વિદેશ વિભાગના પ્રવકતા તસનીમ અસલમે કહ્યુ પાકિસ્તાન ભારતનુ ગુલામ નથી. કે તેને ખુશ કરવા માટે દરેક પગલા ઉઠાવે.  પાકિસ્તાન એક આઝાદ દેશ છે. કાશ્મીર ભારતનો ભાગ નથી. કાશ્મીર એક વિવાદાસ્પદ સ્થાન છે અને તેના વિવાદમાં પાકિસ્તાનની પણ યોગ્ય ભાગીદારી છે. 
 
વાતચીત રદ્દ કરવાને બહાનુ ગણાવ્યુ 
 
બાસિતની અલગતાવાદી નેતાઓ સાથે વાતચીત અને ભારત દ્વારા બંને પક્ષો વચ્ચે વિદેશ સચિવ સ્તરની વાતચીત રદ્દ કરવાના નિર્ણયને તસનીમે કહ્યુ 'પાકિસ્તાનના હાઈ કમિશ્નરે ભારતના મામલે દખલગીરી નથી કરી. વાતચીત રદ્દ કરવાના નિર્ણયને બસ એક દેખાવ તરીકે ઓળખાવ્યો. આ ફક્ત એક બહાનુ છે. આ કોઈ પહેલીવાર નથી કે પાકિસ્તાનના હાઈ કમિશ્નર અને હર્રિયત નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હોય. આવુ તો અનેક વર્ષોથી થતુ આવ્યુ છે.'  
 
સીમા પર ફરીથી ગોળીબાર 
 
પાકિસ્તાન તરફથી સીઝફાયર ઉલ્લંઘનનો તાજો મામલો જમ્મુ કાશ્મીરના મેંઢરનો છે. મંગળવારે રાત્રે લગભગ 24 કલાકની શાંતિ પછી પાકિસ્તાની રેંજર્સે મેંઢરના હમીરપુર સ્થિત ભારતીય ચોકી પર ગોળીબાર કર્યો. ભારતીય સેનાએ પણ જવાબી ફાયરિંગ કર્યુ. આ પહેલા લગભગ 24 કલાક સુધી લાઈન ઓફ કંટ્રોલ અને આંતરરાષ્ટ્રીય સીમા પર શાંતિ હતી. 
 

વેબદુનિયા પર વાંચો