હડકવા એ એક ઝૂનોટિક રોગ છે જે પ્રાણીઓથી માણસોમાં ફેલાય છે. આજે ફ્રેન્ચ વૈજ્ઞાનિક લુઈ પાશ્ચરની પુણ્યતિથિ તરીકે પણ યાદ કરવામાં આવે છે. લુઈ પાશ્ચરે પ્રથમ વખત હડકવાની રસી વિકસાવીને તબીબી જગતને અમૂલ્ય ભેટ આપી, તેનું કારણ છે લિસાવાયરસ. આ વાયરસ કૂતરા, બિલાડી અને વાંદરાઓ જેવા પ્રાણીઓના કરડવાથી શરીરમાં પ્રવેશ કરે છે.