Brinjal In High Uric Acid તમારા આહારમાં પ્યુરિનયુક્ત ખોરાકનો સમાવેશ કરવાથી શરીરમાં યુરિક એસિડની માત્રા વધી શકે છે. જો કે યુરિક એસિડ કુદરતી રીતે શરીરમાંથી બહાર આવે છે, પરંતુ કેટલીકવાર જ્યારે યુરિક એસિડ વધુ હોય છે, ત્યારે તે ક્રિસ્ટલ્સના રૂપમાં સાંધામાં જમા થવા લાગે છે. જેના કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે. ક્રિસ્ટલ્સના રૂપમાં જમા થયેલો યુરિક એસિડ સાંધાના દુખાવાનું મુખ્ય કારણ છે. જેના કારણે હાથ-પગમાં સોજા આવવા લાગે છે. આવી સ્થિતિમાં, શાકભાજી અને ઉચ્ચ પ્યુરીન ધરાવતી ખાદ્ય ચીજોને આહારમાંથી દૂર કરવી જોઈએ. ચોમાસાની ઘણી શાકભાજીઓ છે જે યુરિક એસિડ વધારી શકે છે. જાણો યુરિક એસિડને કારણે કઇ શાકભાજી ન ખાવી જોઇએ?