Healthy Breakfast Tips: સવારે નાસ્તામાં શું ખાવું? જો તમારા મનમાં પણ પ્રશ્નો ઉભા થાય છે, તો પછી અમે તમારા માટે લાવ્યા છે સવારના નાસ્તામાં (Morning Breakfast) ખાવામાં આવતા કેટલાક હેલ્ધી ફુડ્સ (Healthy Foods). સવારનો હેલ્ધી નાસ્તો (Morning Healthy Breakfast) દિવસભર તમને એનર્જી આપવા ઉપરાંત તમને અનેક રોગોથી પણ દૂર રાખે છે. બધા જાણે છે કે નાસ્તામાં હેલ્ધી ફુડ્સ ખાવા જોઈએ. (Healthy Breakfast Food) પરંતુ, તમે સવારના નાસ્તાને કેવી રીતે આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ બનાવવો તે નહી જાણતા હોય. ખાલી પેટ નવશેકું પાણી (Empty Stomach Lukewarm Water) સાથે મધ પીવાથી દિવસની શરૂઆત કરો. નાસ્તામાં તમારે વિટામિન, પ્રોટીન, ફાઇબર અને ઓમેગા 3 ફેટી એસિડવાળા ખોરાક ખાવા જોઈએ. સવારના નાસ્તામાં ઓટમીલ, ઇંડા, દહીં, કેળા, પનીર, વનસ્પતિનો રસ, ચિયા બીજ, બદામ, સફરજન પપૈયા, અખરોટ જેવા ખોરાક ખાવા જોઈએ. સવારના નાસ્તામાં ફળોનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે. ફળમાં સફરજન, નારંગી, પપૈયા, તરબૂચ ખાવાથી વધારે ફાયદો થાય છે. યોગ્ય રીતે બનાવેલ પૌષ્ટિક નાસ્તો તમારા શરીરને શક્તિ આપે છે. તો આવો જાણીએ સવારે નાસ્તામાં શુ ખાવુ તેના વિશે માહિતી..