જો દૂધ પીવાથી પેટ ખરાબ થતુ હોય તો ગરમ દૂધ પીવો.
ગરમ દૂધ પીવાનો એક ફાયદો એ છે કે એને પીવાથી તમારુ શરીર એને આરામથી હજમ કરી શકે છે. તમે ઠંડા દૂધમાં કાર્નફ્લેક્સ કે ઓટસ મિક્સ કરી પી શકો છો. પણ જો તમને દૂધ હજમ ના થાય તો , ઠંડુ દૂધ પીવાથી બચવું. જ્યારે દૂધને ગરમ કરાય છે તો , એમાં રહેલા લેક્ટોજ બ્રેક ડાઉન થઈ જાય છે , જેથી પેટમાં ગયા પછી ડાયરિયા કે પેટ ફૂલાતુ નથી.
હળવુ ગરમ દૂધ પીવાથી ઉંઘ પણ સારી આવે છે.
રાત્રે સૂતા પહેલા હળવુ ગરમ દૂધ પીવાથી ઉંઘ પણ સારી આવે છે. દૂધમાં અમીનો એસિડ ટ્રાયપ્તિફેન હોય છે. જે ઉંઘ ઉત્પ્રેરણ રસાયણો સેરોટોનિન અને મેલાટોનિનું ઉત્પાદન કરે છે . જેથી તમારું મગજ શાંત થાય છે અને ઉંઘ સારી આવે છે.