આજની જીવન શૈલીમાં લોકોને શુગર થવી સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. ખાસ કરીને એ લોકો જેમણે ઓફિસ કે કોલેજમાં અનેક કલાક સુધી સતત બેસી રહેવુ પડે છે. અને દિવસમાં ઓછામાં ઓછી કસરત કરનારા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. શુગરથી અનેક પ્રકારને એબીમારીઓ પણ વધવા માંડે છે. પણ જો નિયમિત જીવનશૈલી અને સંતુલિત ખાનપાન અપનાવવામાં આવે તો આ સમસ્યાથી રાહત મેળવી શકાય છે. અહી અમે કેટલાક એવા ઘરેલુ ઉપાય વિશે બતાવી રહ્યા છીએ જે શુગરને નિયંત્રિત કરવામાં ખૂબ મદદરૂપ હોય છે.
શુગરને નિયંત્રિત કરનારા 5 ઘરેલુ ઉપાય
- ભીંડા - 4 થી 5 ભીંડા એક કાચના વાસણમાં પાણીમાં કાપીને મુકી દો. સવાર સુધી તેમા ભીંડા નરમ થઈ જશે. હવે તમે આ પાણીને પી લો.આ પાણીથી શુગર લેવલ કંટ્રોલ થએ જાય છે.
3. જાંબુ - જાંબુ એક એવુ ઝાડ છે જેના પાન, ફૂલ, ફળ, બીયા બધુ જ શુગર કંટ્રોલ કરવામાં ખૂબ સારુ માનવામાં આવે છે. જાંબુના બીજ તમે સુકાવીને વાટી લો. તેનુ ચૂરણ તમે નિયમિત રૂપથે એલો ખૂબ ફાયદો કરશે. આ ચૂરણ તમે દિવસમાં બે વાર લો ઘણો લાભ થશે.
5. ઘઉંની જ્વારે - ઘઉંની જ્વારી મતલબ ઘઉંને માટીમાં દબાવી તેનાથી જે લીલી ઘાસ નીકળે છે તેને ઘઉંની જ્વારી કહે છે. આ શુગરના દર્દીઓ માટે એક સારી ભેટ છે. તેને પણ તમે તમારી ડાયેટમાં સામેલ કરો. 5 થી 7 દિવસની જે જ્વારી છે તે તમારે માટે વધુ ફાયદો કરશે. આ લોહીમાં શર્કરાના પ્રભાવને ઓછો કરી દે છે. તેનુ જ્યુસ કાઢીને કે પછી તેને તમે આમ જ ખાઈ શકો છો.