World Heart Day 2023 : હાર્ટ બ્લોક શું છે - જાણો નળી બ્લોક થવાના કારણ અને લક્ષણ

શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2023 (08:29 IST)
Heart Blockage Symptoms  હાર્ટ બ્લોકને AV બ્લોક પણ કહેવામાં આવે છે. આ દિલની ધડકનને કંટ્રોલ કરનારા ઈલેક્ટ્રીકલ સિગ્નલનાં અડધા કે પુરા બ્લોક થવાની સ્થિતિ છે.   જ્યારે આવું થાય છે, ત્યારે તમારું હૃદય કાં તો ધીમી ગતિએ ધબકવાનું શરૂ કરે છે ( heart blockage symptoms) અથવા હૃદયના ધબકારા અટકી જાય છે. જ્યારે આવું થાય છે, ત્યારે દિલ યોગ્ય રીતે  લોહીને શરીર સુધી પહોચાડી શકતું નથી 
 
હાર્ટ બ્લોકેજ શું છે? (What is heart blockage)
 
દિલનાં  ઈલેક્ટ્રીકલ સિસ્ટમમાં સમસ્યાને હાર્ટ બ્લોક કહેવામાં આવે છે. હૃદયની વિદ્યુત પ્રણાલીનું કામ ધબકારા પેદા કરવાનું અને તેની ઝડપને નિયંત્રિત કરવાનું છે. હાર્ટ બ્લોકની સ્થિતિને આર્ટેરીયોવેન્ટ્રિક્યુલર બ્લોક અથવા વહન ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે.

વધતી ઉંમરના કારણે
દિલની બીમારીઓ થવા પાછળ ઉંમર બહુ મહત્વ રાખે છે. 60થી વધારે ઉંમર થવા પર કે તેનાથી પહેલાં 40 ટકા લોકોની મૃત્યુ હાર્ટ એટેકને કારણે થાય છે. જ્યારે સ્ત્રી-પુરૂષ 40ની ઉંમર વટાવે છે ત્યારે દિલની બીમારી થવાનો ખતરો વધી જાય છે. જો સ્ત્રીઓને દિલની બીમારી સિવાય કોઈ અન્ય બીમારી ન હોય તો 55 વર્ષની ઉંમર બાદ રાહત થવાની સંભાવના રહે છે.
પારિવારિક ઈતિહાસ - જો તમારા ઘરમાં કોઈને પણ દિલની બીમારી હોય તો સંભવ છે કે તમે પણ આ બીમારીના શિકાર થઈ શકો છો, પરંતુ દરેક કિસ્સામાં એવું નથી થતું. છતાં પણ થોડું જોખમ તો રહે છે. જેથી ડોક્ટર સૌથી પહેલાં તમારી ફેમિલી હિસ્ટ્રી વિશે પૂછે છે. જો તમારા ઘરમાં કોઈને પણ 55 વર્ષથી પહેલાં હાર્ટએટેક આવે છે તો ખતરો વધી જાય છે. જેથી ફેમિલીમાં આવી સમસ્યાઓને અવગણના ન કરવી.
 
લિંગ પરિબળ - સ્ત્રી હોય કે પુરૂષ બન્નેમાં દિલની બીમારી થવાનો એક જ કારણ હોય છે પરંતુ બન્નેમાં આ બીમારીથી મૃત્યુદર અને હેલ્થ પ્રોબ્લમ્સ બન્ને અલગ હોય છે. વધતી ઉંમરમાં પુરૂષોને દિલની બીમારી જલ્દી થાય છે. સ્ત્રીઓમાં 55 વર્ષ બાદ મોટાભાગે દિલની બીમારીઓ થાય છે. પુરૂષોની તુલનામાં લગભગ 9 વર્ષ બાદ સ્ત્રીઓને આ બીમારી થઈ શકે છે.
 
અનુવંશિક પરિબળ - અનુવાંશિક અને વાતાવરણનું પરિબળ પણ દિલની બીમારીમાં મહત્વનો સ્થાન ધરાવે છે. કારણ કે આ દિલની બીમારીના કારણોને અલગ કરી દે છે. આમ તો ભારતમાં દિલથી જોડાયેલી બીમારીઓનું સ્તર વધારે છે.
 
ઉંમર, ફેમિલી હિસ્ટ્રી અને લિંગ પરિબળને કંટ્રોલ ન કરી શકાય, પરંતુ આ કેટલાક પરિબળો એવા છે જેને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ.
 
હાઈ બ્લડપ્રેશર - હાઈપરટેન્શનનો મતલબ થાય છે કે બ્લડ વેસલ્સ પર વધુ દબાણ, જો આને સમય રહેતાં કંટ્રોલ ન કરવામાં આવે તો આ વધતાં પ્રેશરને કારણે બ્લડ વેસલ્સ પાતળા થઈ જાય છે. આનાથી કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય છે. જેના કારણે દિલની બીમારીઓનો ખરતો રહે છે. જેથી આ કારણે હાર્ટએટેક અને હાર્ટ ફેલ થવાનો ડર રહે છે.
 
ડાયાબિટીસ - જે લોકોને શૂગરની સમસ્યા હોય છે, તે લોકોમાં દિલની બીમારીનો ખતરો બે ગણો વધી જાય છે. આ લોકોને દિલની બીમારીથી મોતનો ખતરો વધારે રહે છે. ડાયાબિટીસની સમસ્યા થવાથી મેટાબોલિઝ્મનું વિકાર થવાને કારણે ઈન્સ્યુલિન વધી જાય છે અને ઈન્સ્યુલિન શરીરની અન્ય સમસ્યાઓથી જોડાયેલું હોય છે જેમ કે હાઈ કોલેસ્ટ્રોલ, મોટાપા અને હાઈપરટેન્શન. આ કારણોથી દિલની બીમારીનો ખરતો વધી જાય છે.
 
કોલેસ્ટ્રોલ વધવાના કારણથી - શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી બ્લડ વેસલ્સમાં ફેટ જમા થઈ જાય છે. જેના કારણે બ્લડ વેસલ્સ બ્લોક થઈ જાય છે અને બ્લડમાં પરિભ્રમણ ઘટવાથી દિલ પર વધુ ભાર પડે છે. જેના કારણે દિલની બીમારીઓ શરૂ થઈ જાય છે.
 
ટ્રાઈગ્લિસરાઈડ (ગ્લિસરોલ અને ત્રણ ફેટી એસિડ)નું લેવલ વધવાથી - જીવનભર દિલની બીમારીઓને દૂર રાખવા માટે ડોક્ટર તમને ટ્રાઈગ્લિસરાઈડના સ્તરને કંટ્રોલમાં રાખવાની સલાહ આપે છે. પરંતુ ભારતમાં વધતા ટ્રાઈગ્લિસરાઈડનું ઉચ્ચ સ્તર ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા અને વર્લ્ડ હાર્ટ ફેડરેશનના ડોક્ટર કે, શ્રીસંત રેડ્ડી મુજબ વધતાં ટ્રાઈગ્લિસરાઈડને સારા કોલેસ્ટ્રોલમાં બદલવા માટે વિચાર કરવો જોઈએ, કારણ કે તેના વધવાથી દિલની બીમારીઓ વધવાની સંભાવના વધી જાય છે.
 
સ્મોકિંગ - જો તમને સ્મોકિંગ કરવાની આદત છે તો જાણી લો કે તમને દિલની બીમારી થવાનો ખતરો સામાન્ય લોકો કરતાં વધારે છે. સ્મોકિંગનો પ્રભાવ કોલેસ્ટ્રોલ પર પડે છે અને બ્લડ વેસલ્સ પાતળા થઈ જાય છે. જેનાથી પ્લેટલેટ્સના કારણે બ્લડ જામી જવાનો ભય રહે છે. શરીરમાં પ્લેટલેટ્સને ડેમેજ થવાથી બ્લડ ક્લોટ થવા લાગે છે. તમે જેટલું વધારે સ્મોકિંગ કરશો, એટલું દિલ માટે ખતરો વધતો જશે.
 
દારૂનું સેવન - હદથી વધારે દારૂનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ અને બ્લડપ્રેશર વધવા લાગે છે. બ્લડ ક્લોટ થવા લાગે છે, જેનવા કારણે હાર્ટએટેક થવાનો ખતરો વધી જાય છે.
 
તણાવ રહેવો - લાંબા સમય સુધી તણાવ રહેવાથી ડિપ્રેશન થવા લાગે છે, જે તમારા દિલથી જોડાયેલી સમસ્યાઓને જન્મ આપે છે. સ્ટ્રેસ વધવાથી હોર્મોન્સનું બેલેન્સ ખરાબ થઈ જાય છે. જેના કારણે હાઈ બ્લડપ્રેશર અને લો બ્લડ પ્રેશર બન્ને થઈ શકે છે. તણાવ રહેવાથી લોકો સ્મોકિંગ અને ડ્રિંક વધારે કરવા લાગે છે અને દિલ માટે આ બન્ને વસ્તુઓ ખતરનાક છે.
 
સ્થૂળતામાં વધારો થવો - જો તમે ઓવર વેઈટ હોવ તો સામાન્ય લોકોની તુલનામાં તમને દિલની બીમારી થવાનો ખતરો છ ગણો વધી જાય છે. સ્થૂળતાથી શરીરમાં અનેક સમસ્યાઓ થવા લાગે છે. હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને હાઈ ટ્રાઈગ્લિસરાઈડ, ડાયાબિટીસ અને સ્ટ્રેસ વધવાને કારણે દિલ ગંભીર સમસ્યાઓથી ઘેરાય જાય છે.
 
એક હેલ્ધી લાઈફ અને દિલની સમસ્યાઓને ઘટાડવા માટે જેટલું બને આ પરિબળોને ધ્યાનમાં રાખવા અને સાથે ખાન-પાન પર પણ આટલું જ ધ્યાન રાખવું. જેથી અમે તમને ડાયટ વિશે પણ સલાહ આપી રહ્યા છે જેથી તમે હમેશાં હેલ્ધી અને સ્વસ્થ દિલના માલિક બનીને રહો.
 
દિલની બીમારીઓને દૂર કરવા માટે તમારે એક્સરસાઈઝ અને ડાયટ બન્નેનું બેલેન્સ રાખવું જરૂરી છે. જે ગંદી આદતો અને કારણોથી તમારા દિલને ખતરો છે તેને પહેલાં દૂર કરો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર