કોરોના કાળમાં દહીં અને ગોળ ખાવાથી વધશે ઈમ્યુનિટી મળશે બીજા ઘણા ફાયદા

સોમવાર, 22 નવેમ્બર 2021 (10:04 IST)
કોરોના કાળમાં દહીં અને ગોળ ખાવાથી વધશે ઈમ્યુનિટી મળશે બીજા ઘણા ફાયદા
કોરોનાની ચપેટમાં આવવાથી બચવા માટે ઈમ્યુનિટ્ટી સ્ટ્રાંગ થવી ખૂબ જરૂરી છે. તેનાથી આ વાયરસની ચપેટમાં આવવાનો ખતરો ઓછું થવાની સાથે આ સંક્રમણથી લડવાની શક્તિ મળાશે. તેથી એક્સપર્ટસ 
ઈમ્યુનિટી બૂસ્ટ કરવા માટે એક્સરસાઈજ કરવા અને ખાનપાનની તરફ ધ્યાન આપવાની સલાહ આપી રહ્યા છે. વાત ખાન-પાનની કરીએ તો તેના માટે ડેલી ડાઈટમાં ગોળ અને દહીં શામેલ કરવુ બેસ્ટ ઑપ્શન છે. 
 આ બન્ને વસ્તુ શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારવામાં ખૂબ ફાયદાકારી છે તો ચાલો જાણીએ આજે અમે તમને તે સાથે ખાવાના ફાયદા જણાવે છે. 
 
પાચનતંત્ર સુધરે છે
દહીંમાં ગુડ બેક્ટીરિયા હોય છે. તેથી પાચન તંત્ર મજબૂત હોય છે. તેમજ પેટ દુખાવો, એસિડીટી, કબ્જ, ડાયરિયા, અપચ વગેરે સમસ્યાઓથી આરામ રહે છે. એક્સપર્ટસના મુજવ તેને સવારે ખાલી પેટ ખાવાથી 
પાચન શક્તિ વધે છે. તેમજ તેમાં એંટી ઑક્સીડેંટસ હોવાથી આંતરડા સ્વસ્થ રહે છે. 
 
શરદીથી રાહત  
દહીં અને ગોળમાં રહેલ પોષક અને એંટી ઑક્સીડેંતસ ગુણ ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. તેથી મોસમી શરદી-ખાંસી- તાવ વગેરેની ચપેટમાં આવવાનો ખતરો ઓછું રહે છે. ખાસ કરીને શરદી-ખાંસી થતા પર 
દહીં ગૉળમાં ચપટી કાળી મરી મિક્સ કરીને ખાવો. તેનાથી વધારે અને જલ્દી અસર થશે. 
 
લોહી વધશે 
ગોળ અને દહીં આયરનનો મુખ્ય સ્ત્રોત હોવાથી લોહીની કમી દૂર કરવામાં મદદ કરે છે. તેના સેવનથી શરીરને યોગ્ય માત્રામાં આયરન મળશે. શરીરમાં લોહીનો સંચાર સારી રીતે થશે. તેમજ લોહી વધવાની સાથે 
સાફ પણ થશે. સામાન્ય રીતે બાળકો અને મહિલાઓમાં આયરનની કમી હોય છે. તેથી તેને ખાસ કરીને રોજ ડાઈટમાં શામેલ કરવો જોઈએ. 
 
પીરિયડસમાં ફાયદાકારી 
પીરિયડસના દિવસોમાં મહિલાઓને ખૂબ દર્દથી સહન કરવો પડે છે. તેમજ ગોળ અને દહીંમાં રહેલ પોષક અને એંટી ઑક્સીડેંટસ ગુણ પેટમાં દુખાવા અને એઠની સમસ્યાને ઓછુ કરવામાં મદદ કરે છે. તેથી આ 
સમયે દવાઓનો સહારો લેવાની જગ્યા તે સેવન કર્વો બેસ્ટ રહેશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર