કેળા - રાત્રે કેળા ખાવાનું ટાળવું જોઈએ. કેળા એનર્જી આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પરંતુ રાત્રે કેળા ખાવાથી સમસ્યા થઈ શકે છે. જેના કારણે શરીરનું તાપમાન વધવાનું જોખમ રહેલું છે. રાત્રે કેળા ખાવાથી ઊંઘમાં તકલીફ થાય છે.
દ્રાક્ષ અને મોસંબી- મોસંબીની તાસીર ઠંડી હોય છે. નારંગી અને દ્રાક્ષમાં પણ એસિડિક પદાર્થો હોય છે. તેથી, તેમને સૂતા પહેલા ખાવું જોઈએ નહીં. તેમાં વિટામિન સી અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. આ ફળો ખાધા પછી સૂવાથી પેટમાં ગેસ અને એસિડિટી થાય છે.