Chinese Garlic - ચાઈનીઝ લસણ આરોગ્ય માટે છે હાનિકારક, જાણો દેશી લસણ અને ચાઈનીઝ લસણ વચ્ચે અંતર અને નુકશાન
મંગળવાર, 24 ડિસેમ્બર 2024 (13:56 IST)
Chinese Garlic Image AI generated
Chinese Garlic લસણ પોતાના ઔષધીય ગુણો માટે જાણીતુ છે. ભારતીય રસોઈનુ આ એક અભિન્ન અંગ છે. પણ આજકાલ બજારમાં એક એવુ લસણ વેચાય રહ્યુ છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ છે ચાઈનીઝ લસણ. અનેક વર્ષોથી તેના પર પ્રતિબંધ હોવા છતા આ ભારતીય બજારમાં બેધડક વેચાય રહ્યુ છે. તો ચાલો આજે જાણીએ ચાઈનીઝ લસણ કેમ છે હાનિકારક અને તેને કેવી રીતે ઓળખી શકાય છે.
કેમ હાનિકારક છે ચાઈનીઝ લસણ ? (Why is Chinese Garlic Harmful?)
ભારત સરકારે વર્ષ 2014માં જ ચાઈનીઝ લસણન વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેની પાછળનુ મુખ્ય કારણ તેનો સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ છે. ચાઈનીઝ લસણના સેવનથી પેટના આંતરડામાં સોજો જેવી સમસ્યા થઈ શકે છે. ચીનમાં લસણની ખેતી અને તેના સંગ્રહ દરમિયાન સિંથેટિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે જે આરોગ્ય માટે ખતરનાક સાબિત થઈ શકેછે. આ પદાર્થોને કારણે અલ્સર, ઈંફેક્શન જેવી પેટની બીમારીઓનો ખતરો વધી જાય છે.
દેશી અને ચાઈનીઝ લસણ વચ્ચે અંતર (Difference between Desi and Chinese Garlic):
દેશી અને ચાઈનીઝ લસણમાં અનેક અંતર હોય છે. જેની મદદથી તમે તેને સહેલાઈથી ઓળખી શકો છો.
આકાર અને રંગ (Size and Color): ચાઈનીઝ લસણ દેશી લસણથી આકારમાં ખૂબ મોટો હોય છે. દેશી લસણની ચાર કળીઓ ચાઈનીઝ લસણની એક કળી બરાબર હોય છે.. ચાઈનીઝ લસણનો રંગ એકદમ સફેદ અને ચમકદાર હોય છે જ્યારે કે દેશી લસણ થોડો ક્રીમ કે પીળા રંગનો હોય છે.
કળીઓ (Cloves): દેશી લસણની કળીઓ બારીક અને પાતળી હોય છે. જ્યારે કે ચાઈનીઝ લસણની કળીઓ જાડી અને ખુલ્લી હોય છે.
ગંઘ (Smell): દેશી લસણની ગંધ ખૂબ જ તેજ અને તીખી હોય છે, જ્યારે કે ચાઈનીઝ લસણમાં ગંધ ખૂબ ઓછી હોય છે કે ના બરાબર હોય છે.
છોલવુ (Peeling): દેશી લસણને છોલવો થોડો મુશ્કેલ હોય છે અને તેના છાલટા હાથમાં ચોટે છે. જ્યારે કે ચાઈનીઝ લસણ સહેલાઈથી છોલાય જાય છે અને તેના છાલટા હાથમાં ચોંટતા નથી.
ઉત્પાદન પ્રર્કિયા (Production Process):દેશી લસણ પ્રાકૃતિક રૂપથી ઉગાડવામાં આવે છે, જ્યારે કે ચાઈનીઝ લસણમાં સિંથેટિક પદાર્થો અને કેમિકલ પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
કિમંતમાં અંતર (Price Difference):
હિમાચલ પ્રદેશ જેવા કે લસણ ઉત્પાદક ક્ષેત્રોમાં દેશી લસણ 200થી 300 રૂપિયા પ્રતિ કિલો વેચાય રહ્યો છે. જ્યારે કે ચાઈનીઝ લસણ 30 થી 40 રૂપિયા પ્રતિ કિલોમાં વેચાય રહ્યો છે. ઓછી કિમંતના કારણે લોકો તેને ખરીદવા તરફ આકર્ષાય છે. પણ તેના સ્વાસ્થ્ય પર થનારા ગંભીર પરિણામોને ઈગ્નોર કરી દે છે.
કેવી રીતે ઓળખશો ? (How to Identify?)
ગંધ - સૌથી સહેલી રીતે છે લસણને સૂંઘવુ. દેશી લસણની તીખી ગંધથી તમે તેને સહેલાઈથી ઓળખી શકો છો.
રંગ અને આકાર - ચાઈનીઝ લસણ વધુ સફેદ અને મોટો હોય છે.
છાલટા - દેશી લસણના છાલટા સહેલાઈથી નીકળતા નથી અને હાથમાં ચોંટે છે.
ચાઈનીઝ લસણ સસ્તો હોવા છતા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી તેને ખરીદવાથી બચવુ જોઈએ. દેશી લસણનુ સેવન સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે અને આપણે સ્થાનિક ઉત્પાદોને પ્રોત્સાહન આપવુ જોઈએ. ચાઈનીઝ લસણ પહેલા પણ ભારતમાં જપ્ત કરવામાં આવી ચુક્યો છે. જે તેના ગેરકાયદેસર વેચાણનુ પ્રમાણ છે. આપણે જાગૃત રહેવુ જોઈએ અને સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવુ જોઈએ.