ડાયાબીટિસ મતલબ શુગર આ એક ખૂબ જ ખતરનાક બીમારી છે. એવુ કહેવાય છે કે ડાયાબિટીસ બધી બીમારીઓની જડ છે. જો એકવાર ડાયાબિટીસ કોઈને થઈ ગઈ તો જીવનભર તે તેને ઘેરી રાખે છે. આવા રોગીઓ માટે ગ્રીન ટી ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે. તેમા એંટીઓક્સ્ટીડેંટ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે.
ધ્યાન રાખો આ વાત
ગ્રીન ટીમાં કૈફેની માત્રા ખૂબ વધુ જોવા મળે છે. જેને કારણે તેનુ વધુ સેવન કરવાથી ફાયદાને બદલે નુકશાન પણ થઈ શકે છે. કોશિશ કરો કે ટી યોગ્ય માત્રામાં જ લો જેથી તમને તેનો લાભ મળી શકે અને તમે ઓવરિયન કૈંસર, હેપેટાઈટિસ અને અન્ય શારીરિક સમસ્યાઓના સંકટથી બચી શકો.