જેમ જેમ વય વધતી જાય છે શરીરમાં અનેક પ્રકારના ફેરફાર થવા શરૂ થઈ જાય છે. બીમારીઓના ચપેટમાં આવવાની શરૂઆત થઈ જાય છે. પણ કેટલાક લોકો એવા હોય છે જે વધતી વયને માત આપી દે છે. વય તો વધે છે પણ તેમનુ શરીર જવાન રહે છે. આવા લોકો ખુદને ફિટ રાખવા માટે બિનજરૂરી કૈલોરીને પોતાના શરીરમાં જામવા નથી દેતા. કેટલીક એવી ટિપ્સ છે જેને અપનાવીને તમે વધતી વયની અસરથી શરીરને દૂર રાખી શકો છો.
સવારનો નાસ્તો તમે જરૂર કરો. સવારનો નાસ્તો તમારા આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. આ માટે તમે સ્પ્રાઉટ, ઓટ્સ, ફળ, શાકભાજી, દૂધ વગેરે બ્રેકફાસ્ટમાં લઈ શકો છો. આ ઉપરાંત સમય પર લંચ કરો. લંચમાં શાકભાજી દહી અને સલાદનો સમાવેશ કરો. આનાથી તમને આખો દિવસ કામ કરવાની એનર્જી મળી રહેશે.
જો તમારે સવારે જલ્દી ઉઠવામાં સક્ષમ નથી તો તમે નિયમિત સમયે ઉઠો અને ફરવા જાવ. 30 મિનિટની વોક તમારે માટે ફાયદાકારી રહેશે. એક્સરસાઈઝ, યોગા કે મેડિટેશન કરો. કાર્ડિયો કરો. તેનાથી તમારી વધારાની ચરબી ઓછી થશે અને તમે ફિટ રહેશો.