સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત હવે અમદાવાદમાં દોડશે એન્જીન વગરની બસ

ગુરુવાર, 18 જુલાઈ 2019 (11:36 IST)
સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત હવે અમદાવાદના જાહેર રસ્તાઓ પર હવે ઇલેક્ટ્રીક બસ દોડાવવામાં આવી રહી છે. આ બસની ખાસિયત એ છે કે, આ બસમાં ના તો અન્જીન છે ના ગેયર બોક્ષ. જેના કારણે આ બસ વાયુ કે ધ્વનીનું પ્રદુષણ પણ કરતી નથી. આ ઉપરાંત બસ ઓટોમેટિક મોડ પર પણ ચાલે છે. તેમજ બસમાં અનેક સુવિધાઓ છે.
 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના માર્ગો પર ઇલેક્ટ્રીક બસ દોડતી કરાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે એએમસી દ્વારા શહેરના માર્ગો પર 8 જેટલી બસો દોડતી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં કુલ 50 જેટલી ઇ-બસ દોડતી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો કે, બસમાં બેટરી સ્વેપિંગ અને ફાસ્ટ ચાર્જિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
 
સંપૂર્ણ ઓટોમેટીક બસમાં 4 kvની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની જગ્યાએ ચાર્જ બેટરી લગાવવામાં આવી છે. હાલ આ બસ RTO સરક્યુલરના 27 કિ.મીના રૂટપ દોડી રહી છે. જે દરમિયાન તેની બેટરી પૂર્ણ થતા તેને રાણીપ ખાતે આવેલા ડેપોમાં લાવવામાં આવે છે અને ત્યાં તેની બેટરી બદલી અથવા ચાર્જિંગ કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા 5 મિનિટમાં પુરી થઇ જાય છે.
 
તેમત વાયુ અને ધ્વનીનું પ્રદુષણ કરતી સામાન્ય ડિઝલ એન્જિન બસ સામે બસની ખાસિયત એ છે કે, આ બસમાં એન્જિન આવતું નથી સાથે ગેયર બોક્ષ પણ નથી. જેના કારણે આ બસ જ્યારે રસ્તા પર દોડી હોય છે તે દરમિયાન વાયુ કે ધ્વનીનું પ્રદુષણ થતુ નથી. આ ઉપરાંત બસ ઓટોમેટિક મોડ પર ચાલે છે. તેમજ આ બસમાં અનેક સુવિધાઓ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર