ફાસ્ટ કંપનીની ગ્લોબલ રૈકિંગમાં ભારતની પ્રીમિયમ મોબાઈલ અને ડિઝિટલ સર્વિસ પ્રોવાઈડર કંપની જિયો 17માં સ્થાન પર છે. બીજી બાજુ ભારતમાં રિલાયંસ જિયો નંબર વન ઈનોવેટિવ કંપની બની ગઈ છે. રિલાયંસ જિયો ભારતની અગ્રણી ટેકનોલોજી કંપની છે જે ઝડપથી ભારતના ડિઝિટલ સર્વિસ સ્પેસને ચેંજ કરી રહી છે અને ભારતને ડિઝિટલ ઈકોનોમીમાં ગ્લોબલ લીડરશીપ બનવા માટે પ્રેરિત કરી રહી છે.
રિલાયંસ જિયોના નિદેશક આકાશ અંબાનીનુ કહેવુ છે કે અમારુ મિશન ભારતના દરેક વ્યક્તિ માટે બ્રૉડબેંડ ટેકનોલોજીને વ્યાજબી અને એક્સેસેબલ બનાવવાનુ છે. આ માટે જિયોએ એપ્પલ, નેટફિલિક્સ, ટેનસેંટ, અમેજન અને સ્પોટિફાઈ જેવી ગ્લોબલ કંપનીઓ સાથે હાથ મિલાવ્યો છે.