પબ્લિક પ્રોવિડેંટ ફંડ - પીપીએફમાં રોકાણ, તેના પર મળનારા વ્યાજ અને મેચ્યોરિટી પછી મળનારી રકમ એકદમ ટેક્સ ફ્રી છે. તેમા એકાઉંટ હોલવાના થોડા વર્ષ પછી લોન અને આંશિક વિડ્રોલ્ની પણ સુવિદ્યા મળે છે. પીપીએફનો સમય 15 વર્ષનો છે. તેને વધુ પાંચ વર્ષ માટે વધારી પણ શકાય છે. . PPF એકાઉંટના વ્યાજદરમાં દર ત્રણ મહિને ફેરફાર કરવામાં આવે છે. હાલ આ ખાતા પર 7.1 ટકાના દરે વ્યાજ મળી રહ્યુ છે.
15 વર્ષ પછી શુ કરસો
પબ્લિક પ્રોવિડેટ ફંડનુ ટેન્યોર 15 વર્ષ છે. 15 વર્ષ પછી અથવા તો તમે પૈસા કાઢી શકો છો કે પછી આ સ્કીમને 5 વર્ષ માટે વધારી શકો છો. મેચ્યોરિટી પીરિયડ સમાપ્ત થવાના એક વર્ષ પહેલા તમારે તમારી બેંક કે પોસ્ટ ઓફિસ જ્યા પણ પીપીએફનુ ખાતુ છે. ત્યા એક્સટેંશનના માટે એપ્લીકેશન જમા કરવી પડશે. આ રીતે તમે પીપીએફમાં 20 વર્ષ સુધી પૈસા જમા કરાવી શકો છો.
રોકાણ વગર પણ તમે ખાતુ ચાલુ રાખી શકો છો
પીપીએફ એકાઉંટની મેચ્યોરિટી પછી જો તમે કોઈપણ એક્શન નથી લેતા જેવા કે ન તો ખાતાને આગળ વધારો છો કે ન તો પૈસા કાઢો છો તો તમારુ એકાઉંટ આપમેળે જ એક્સટેંડ થઈ જાય છે. જો કે તેમા તમે તમારુ યોગદાન જમા નથી કરાવી શકતા. ખાતામાં જમા રાશિ પર વ્યાજ મળતુ રહેશે.