તેલ કંપનીઓ એકવાર ફરી પેટ્રોલ અને ડીઝલ(Petrol Diesel Price)ની કિમંતોમાં વધારાનુ એલાન કર્યુ છે. દેશની મુખ્ય ઓયઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા છે. સોમવારે 28 માર્ચના રોજ દિલ્હીમાં પેટ્રોલ 30 પૈસા અને ડીઝલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયુ છે. હવે દિલ્હીમાં એક લીટર પેટ્રોલ (Petrol) માટે 99.41 રૂપિયા આપવા પડશે. બીજી બાજુ એક લીટર ડીઝલ (Diesel)માટે 90.77 રૂપિયા ચુકવવા પડશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 7 દિવસમાં આજે 6ઠ્ઠીવાર તેલની કિમંતોમાં વધારો થયો છે. આ સતત બીજુ અઠવાડિયુ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિમંતમાં વધારો થયો છે.
4 રૂપિયા મોંઘુ થયુ પેટ્રોલ
તેલ કંપનીઓએ 22 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું, ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે 7 દિવસમાં એક લિટર પેટ્રોલની કિંમતમાં 4 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. 22 માર્ચ અને 23 માર્ચે તેલની કિંમતમાં સતત બે દિવસ 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. તે જ સમયે, 24 માર્ચે કિંમતોમાં કોઈ ફેરફાર થયો ન હતો, પરંતુ ત્યારથી તેલના ભાવમાં વધારો કરવાની પ્રક્રિયા ચાલુ છે. જેના કારણે દેશભરમાં તેલ મોંઘુ થયું છે.