તહેવારોની સીઝનમાં તેલની કિમંતમાં ભડકો, સિંગતેલ અને કપાસિયાના ભાવ આસમાને

ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (16:25 IST)
તહેવારોની સીઝન અને ઉપરથે મોંઘવારીનો માર. એક સામાન્ય માણસ કેવી રીતે તહેવાર ઉજવે. ઉપરથી દરરોજ પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, શાકભાજીના ભાવ સાંભળીને નવાઈ લાગી રહી છે અને ઉપરથી હવે તેલના ભાવ પણ સતત વધતા તહેવારો પર આનંદ ઉલ્લાસ કરવા માટે પણ સામાન્ય જનતાને વિચારવુ પડી  રહ્યુ છે.  રાજકોટમાં ફરી વાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. સિંગતેલના ભાવમાં ડબ્બે છેલ્લા 15 દિવસમાં 100 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે. 
 
નવા ભાવના કારણે સીંગતેલનો ડબ્બો 2,590 રૂપિયા તો કપાસિયા તેલનો ડબ્બો 2,425 રૂપિયાએ પહોંચ્યો છે. એક તરફ મગફળી અને કપાસની આવક વધી રહી છે. તો બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મગફળી અને કપાસિયામાં ભેજ આવતો હોવાથી પીલાણ થઈ શકતું નથી. વેપારીઓનું કહેવું છે કે, વિદેશમાં ખાદ્યતેલની માગ વધી છે. જેથી ભાવમાં વધારો થયો છે.
 
અત્ર એ ઉલ્લેખનીય છ એકે તેલની કિમંતો વધતા ગૃહિણીઓનું બજેટ ગડબડાય ગયુ છે. કારણ કે સિંગતેલના ડબ્બાનો ભાવ ફરી 2550 થી 2590 રૂપિયા થયો છે. તો કપાસિયા તેલનો ભાવ ડબ્બે 2425 રૂપિયાએ પહોંચ્યો છે. મહત્વનું છે કે, એક બાજુ કપાસ અને મગફળીની આવક થઈ રહી છે તો બીજી બાજુ બન્ને તેલમાં તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, વિદેશમાંથી માંગ વધવાને કારણે ભાવમાં વધારો જોવા મળ્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર