ધોરણ 10 પછી નજીવી ફીમાં શીખો ઓટોમેશન-રોબોટિક્સના કોર્સ, 100 ટકા જોબ પ્લેસમેન્ટની ગેરન્ટી

સોમવાર, 22 ઑગસ્ટ 2022 (12:04 IST)
ઘણા વિદ્યાર્થીઓ ઓટોમેશન અને રોબોટિક્સ એન્જીનિયરિંગ શીખવા માટે યુવાનો વિદેશ જઇને  40થી 50 લાખ રૂપિયા ખર્ચી નાખે છે. ત્યારે હવે આવા વિદ્યાર્થીઓએ વિદેશ જવું નહી પડે રોબોટિક્સ એન્જીનિયરિંગ કોર્સનો ગુજરાતમાં મફતમાં શીખવા મળશે, એટલું જ નહીં કોર્સ પૂર્ણ કર્યા બાદ  જોબ પ્લેસમેન્ટની 100 ટકા ગેરંટી મળશે. 
 
આગામી સપ્ટેમ્બર માસથી ગવર્મેન્ટ પોલીટેક્નિકમાં આ કોર્સ શરૂ થઈ રહ્યો છે. તેના માટે આગામી 29 અને 30 ઓગસ્ટે ગવર્મેન્ટ પોલીટેક્નિક દ્રારા એક વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું છે.  ધોરણ 10 માં ઉત્તીર્ણ થયેલા 42 હજાર જેટલા વિધાર્થીઓએ ડિપ્લોમા એન્જીનિયરિંગના અલગ અલગ કોર્સ કરવા માટે ફોર્મ  ભર્યા છે. સામાન્ય રીતે કમ્પ્યુટર એન્જીનિયરિંગ, સિવિલ એન્જીનિયરિંગ,  મિકેનિકલ એન્જીનિયરિંગ, ઇલક્ટ્રિકલ એન્જીનિયરિંગ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ, બાયોમેડીકલ એન્જીનિયરિંગ, ઓટો મોબાઈલ એન્જીનિયરિંગ જેવા કોર્સ પસંદ કરતા હોય છે.
 
પરંતુ આગામી સમયમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઓટોમેશન અને રોબોટિક્સની ડિમાન્ડ વધવાની છે. અને આ કોર્સ કરવા માટે યુવાઓ સાઉથ ઇન્ડિયા કે પછી વિદેશ તરફ દોટ મૂકે છે. જેમાં વિદેશની યુનિવર્સિટીમાં એડમિશન અને વિઝા તેમજ રહેવાની વ્યવસ્થા માટે 40થી 50 લાખ રૂપિયા ખર્ચે છે. ત્યારે રાજ્ય સરકાર તેમજ અમદાવાદ ગવર્મેન્ટ પોલીટેક્નિક આઇસી વિભાગના પ્રોજેક્ટ અને ઇનોવેશન ક્લબ અને કેન્દ્ર સરકારના  AICTE ના સહયોગથી  ગુજરાતમાં ઓટોમેશન એન્ડ રોબોટિક્સ કોર્સ શરૂ થઈ રહ્યો છે.  વિધાર્થીઓ રોબોટિક્સ વિશે જાણકારી મેળવવા વર્કશોપ માટે http://surl.li/cslbp પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ રજિસ્ટ્રેશન 28 ઓગસ્ટ સુધી થઈ શકશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર