ખેડૂતો માટે મોદી સરકારનો મોટો નિર્ણય: રવિ પાકમાં MSPમાં કર્યો વધારો, જોઈ લો ઘઉં-ચણામાં કેટલા રૂપિયાનો કર્યો છે વધારો

બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (16:56 IST)
ખેડૂતો માટે મોદી સરકારનો મોટો નિર્ણય
કેન્દ્ર સરકારે 2021-22 ના વર્ષ માટે મિલો પાસેથી ખરીદાયેલી શેરડીનો ભાવ ક્વિન્ટલ દીઠ 290 રુપિયાનો નક્કી કર્યો છે. ઓક્ટોમ્બરથી આવતા સપ્ટેમ્બર સુધી શેરડીની સીઝન હોય છે. અગાઉની સિઝનમાં ક્વિન્ટલ દીઠ શેરડીનો ભાવ 285 રુપિયા હતો. આ રીતે ખેડૂતો ક્વિન્ટલ દીઠ 5 રુપિયાનો વધારો મળશે.
 
 કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. સરકારે ઘઉં સહિત અનેક રવિ પાકના MSP માં વધારો કર્યો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તેને વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, કેબિનેટે કાપડ ક્ષેત્ર માટે PLI યોજનાને મંજૂરી આપી છે. આ યોજના માનવસર્જિત ફાઇબર સેગમેન્ટ અને ટેક્નિકલ ટેક્સટાઇલ માટે છે. માનવસર્જિત ફાઇબર એપેરલ માટે 7,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને ટેક્નિકલ કાપડ માટે લગભગ 4,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર