કેટલાક શાતિર મગજની ટોળકીઓ આવા જ કામ કરે છે. સાઈબર ફ્રોડ લોકોને પોતાના ઝાંસામાં ફસાવીને બેન્ક એકાઉન્ટને અમુક જ મિનિટોમાં ખાલી કરી દે છે. તેમાં સાઈબર અપરાધી અલગ અલગ પ્રકારની રીતોનો ઉપયોગ કરે છે. તેમાંથી એક રીત છે સ્મિશિંગ. તેમાં ફ્રોડ એક SMS દ્વારા તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. આવો તેને ડિટેલ્સમાં જાણીએ કે સ્મિશિંગ શું હોય છે અને તમે તેનાથી કઈ રીતે બચી શકો છો.
સ્મિશિંગ શોર્ટ મેસેજ સર્વિસ એટલે કે SMS અને ફિસિંગનો મેળ હોય છે. ફિશિંગ એટલે કે તમારી જાણકારી ચોરી કરવા માટે ઈમલ કરે છે. દેશભરમાં લોકોને આવા મેસેજ મળે છે જેમાં દાવો કરવામાં આવે છે કે તમારા એકાઉન્ટ કંઈક ગડબડી છે અને તેને અપડેટ કરવાની જરૂર છે. તેમને કોઈ નવા પ્રોગ્રામ માટે રજીસ્ટર કરવા માટે પણ કહેવામાં આવે છે. મેસેજમાં લિંક અને ટોલ-ફ્રી નંબરનો ઉપયોગ કરવામાં આવે છે. તેના દ્વારા વ્યક્તિની સાથે બેન્ક ફ્રોડ કરવામાં આવે છે.
- તે ઉપરાંત ઈમેલ અથવા ટેક્સ્ટ મેસેજ દ્વારા પોતાની નાણાકીય અથવા ખાનગી જાણકારી શેર ન કરો.
- આ સાથે જ બેન્કને શંકાસ્પદ ઈમેલ વિશે સુચના આપો. જેમાં તમારૂ નામ અને લોગોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.